21 April, 2021 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર
અનુપમ ખેરનું કહેવું છે કે તેઓ નવી વ્યક્તિમાં પોતાની જાતને જુએ છે. તેઓ બૉલીવુડ અને હૉલીવુડમાં પણ ખૂબ જ ફેમસ છે. તેઓ આટલાં વર્ષ બાદ પણ લોકોમાં ખૂબ જ ફેમસ છે. આ વિશે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘હું હંમેશાં નવા લોકોમાં પોતાની જાતને જોઉં છું. આથી જ હું તેમને સારી રીતે સમજી શકું છું. હું તેમની સાથે ખૂબ જ વિન્રમ રહેવાની કોશિશ કરું છું. ચાલીસ વર્ષ પહેલાં ૧૯૮૧ની ત્રણ જૂને હું મુંબઈ આવ્યો હતો. એ સમયે મારા થોડાઘણા વાળ પણ હતાં અને હું ખૂબ જ પાતળો હતો. એ સમયે મારા જેવો વ્યક્તિ સિનેમામાં હીરો બને એ સપનામાં પણ કોઈએ વિચાર્યું નહીં હોય. હું નથી ઇચ્છતો કે હું જે પરિસ્થિતિમાંથી પસાર થયો એમાંથી અન્ય લોકો પણ પસાર થાય પછી એ રેલવે પર રાત પસાર કરવી હોય કે ભોજન મેળવવું હોય. આજે તો ઘણાંબધાં પ્લૅટફૉર્મ અને શો અને કાસ્ટિંગ ઑફિસ છે. એ સમયે લોકો મને રાઇટર અથવા તો અસિસ્ટન્ટ ડિરેક્ટર બનવા માટે સલાહ આપતા હતા, કારણ કે મારી પાસે વાળ નહોતા.’