ઈમાનદાર વ્યક્તિએ વધુ ઈમાનદાર ન બનવું જોઈએ

06 June, 2024 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ અનુપમ ખેરે કહ્યું...

અનુપમ ખેર

અનુપમ ખેરનું માનવું છે કે ઈમાનદાર વ્યક્તિએ વધુ ઈમાનદાર ન બનવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદની સીટ પર શૉકિંગ હાર જોવી પડી છે. આ બેઠકમાં અયોધ્યાનો પણ સમાવેશ છે. રામમંદિર બનાવવા છતાં અયોધ્યામાં BJPની હાર જોવા મળી છે. આ વિશે અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘ઘણી વાર વિચારું છું કે ઈમાનદાર વ્યક્તિએ વધુપડતા ઈમાનદાર ન બનવું જોઈએ. જંગલમાં સીધા ઝાડને જ પહેલાં કાપવામાં આવે છે. વધુપડતી ઈમાનદાર વ્યક્તિએ જ સૌથી વધુ કષ્ટ સહન કરવાં પડે છે. જોકે એમ છતાં તે પોતાની ઈમાનદારી નથી છોડતી. એટલે જ કરોડો લોકો માટે તેઓ પ્રેરણાના સ્રોત બન્યા છે.’

anupam kher ayodhya bharatiya janata party narendra modi Lok Sabha Election 2024 entertainment news bollywood bollywood news