15 September, 2022 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશ ચોપડાના ઘરની બહાર ઊભા રહીને જૂની વાતો વાગોળી અનુપમ ખેર અને અનિલ કપૂરે
અનુપમ ખેર અને અનિલ કપૂર મૉર્નિંગ વૉક કરતી વખતે યશ ચોપડાના ઘરની બહાર ઊભા રહી ગયા હતા. ત્યાં ઊભા રહીને તેમણે અનેક જૂની વાતો યાદો કરી હતી. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો છે. એમાં બન્ને પોતાની સ્ટ્રગલ વિશે કહી રહ્યા છે. બન્ને સ્પોર્ટ્સ વેઅરમાં દેખાઈ રહ્યા છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘યશજી કે ઘર કે સામને : સવારે-સવારે મૉર્નિંગ વૉક પર જતી વખતે અનિલ કપૂર અને હું યશ ચોપડાજીના ઘરની બહાર ઊભા રહ્યા. અમે જૂની વાતો યાદ કરીને તેમના આશીર્વાદ લીધા. અમારી (ખાસ કરીને) મારી લાઇફમાં યશજીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તમે આપેલા પ્રેમ અને તમારી સાથે પસાર કરેલા સમય માટે થૅન્ક યુ સરજી. સંયોગ એવો થયો છે કે આજે ‘ચાંદની’ને ૩૩ વર્ષ થયાં છે.’