21 December, 2020 06:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન અને આયુષ શર્મા. તસવીર સૌજન્ય- PR
સલમાન ખાન અને આયુષ શર્મા હવે મહેશ માંજરેકર દિગ્દર્શિત ફિલ્મ અંતિમ-ધ ફાઈનલ ટ્રુથમાં લીડ રોલ ભજવી રહ્યા છે. આ એક એક્શન ફિલ્મ છે, જેમાં આયુષનો ફાયર-બ્રાન્ડ લૂક નજર આવશે. ફિલ્મમાં આયુષને સપોર્ટ કરવા માટે સલમાન ખાન પોતે એક ખાસ રોજ ભજવી રહ્યા છે. સલમાન ખાને સોમવારે સોશિયલ મીડિયામાં ફિલ્મના ફર્સ્ટ લૂકનો વીડિયો શૅર કર્યો છે, જેમાં આયુષ શર્મા બૉલીવુડ દબંગ પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે.
અંતિમ-ધ ફાઈનલ ટ્રુથમાં સલમાન ખાન એક સિખ અવતારમાં જોવા મળશે. સલમાન ખાને જે વીડિયો શૅર કર્યો છે, એની શરૂઆતમાં આયુષ શર્ટલેસ નજર આવી રહ્યા છે. એની જીમ બૉડીમાં જોવા મળતી મસલ્સ અને એબ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તેના ચહેરા પર ગુસ્સો દેખાઈ રહ્યો છે અને કેમેરાની સાથે લાઈનમાં હાથ ઉંચો કરે છે. ફ્રેમમાં સ્લો મોશનમાં સલમાન ખાનની એન્ટ્રી થાય છે અને તે આયુષનો મુક્કો પોતાના હાથથી રોકી લે છે. સલમાન ખાન પણ શર્ટલેસ છે અને તેના મસલ્સ તેનું વલણ બતાવી રહ્યા છે. આ વીડિયો સાથે સલમાન ખાને લખ્યું છે- અંતિમ બિગિંસ
સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાનના પતિ અને રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા આયુષ શર્માને સલમાન ખાને 2018માં આવેલી લવયાત્રી ફિલ્મથી લૉન્ચ કર્યો હતો. એ એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મ હતી, જેમાં વરીના હુસૈનએ બૉલીવુડ ડેબ્યૂ કર્યું હતું. બૉક્સ ઑફિસ પર લવયાત્રી એટલી ચાલી નહીં. પણ ફિલ્મનું સંગીત ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
અંતિમ-ધ ફાઈનલ ટ્રુથને પણ સલમાન ખાનની કંપની સલમાન ખાન ફિલ્મ્સ જ પ્રોડ્યૂસ કરી રહી છે. આ એક એક્શન ડ્રામા માટે આયુષે પોતાનું જબરદસ્ત મેકઓવર કર્યું છે. ડેબ્યૂ ફિલ્મમાં દાંડિયા રમનારા પ્રેમીના રૂપમાં જોવા મળેલા આયુષ શર્મા આ વખતે ઘણી એક્શન કરતા જોવા મળશે. આ માટે તેણે જીમમાં ઘણો પરસેવો પાડ્યો છે. શારીરિકથી હેરસ્ટાઇલ સુધીની દરેક વસ્તુ બદલાઈ ગઈ છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે.