નયનતારાની `અન્નપૂર્ણિ` પર વિવાદ વકર્યો: નેટફ્લિકસે હટાવી ફિલ્મ, માગી માફી

11 January, 2024 06:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાઉથની જાણીતી અભિનેત્રી નયનતારા (Nayanthara)ની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ `અન્નપૂર્ણિ` (Annapoorni Movie Controversy)ને લઈને વિવાદ વધી રહ્યો છે

નયનતારાની ફાઇલ તસવીર

સાઉથની જાણીતી અભિનેત્રી નયનતારા (Nayanthara)ની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ `અન્નપૂર્ણિ` (Annapoorni Movie Controversy)ને લઈને વિવાદ વધી રહ્યો છે. આ ફિલ્મ થોડા સમય પહેલા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી, ત્યારથી આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મના મેકર્સ અને તેની સ્ટાર કાસ્ટ પર ભગવાન રામનું અપમાન કરવાનો આરોપ છે. આ દરમિયાન હવે સમાચાર આવ્યા છે કે ફિલ્મના વધી રહેલા વિરોધને જોતા નેટફ્લિક્સે નયનતારાની ફિલ્મ ડિલીટ કરી દીધી છે.

ફિલ્મ (Annapoorni Movie Controversy)માં ભગવાન રામ વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી છે, જેના કારણે ઘણા લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફિલ્મમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન રામે વનવાસ દરમિયાન માંસનું સેવન કર્યું હતું. હવે આ ફિલ્મ વિવાદોના ઘેરામાં છે. ફિલ્મના સ્ટ્રીમિંગ પછી, સોશિયલ મીડિયા પર નેટફ્લિક્સ પર પણ પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી. જોકે, વિવાદ વધ્યા પછી નેટફ્લિક્સ, લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને કોઈપણ વિલંબ કર્યા વિના તરત જ `અન્નપૂર્ણિ`ને પ્લેટફોર્મ પરથી હટાવી દીધી છે.

મેકર્સ અને સ્ટાર કાસ્ટ સામે ફરિયાદ દાખલ

નોંધનીય છે કે મુંબઈ અને જબલપુરમાં `અન્નપૂર્ણિ`ના મેકર્સ અને સ્ટાર કાસ્ટ સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મમાં ઘણી જગ્યાએ આવા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે, જ્યાં ભગવાન શ્રીરામનું અપમાન કરવામાં આવ્યું છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન પ્રાણીઓની હત્યા કરતા અને તેમના માંસનું સેવન કરતા હતા. આવી સ્થિતિમાં હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

`અન્નપૂર્ણિ` એક શેફની વાર્તા

નિલેશ કૃષ્ણન દ્વારા નિર્દેશિત ફિલ્મ `અન્નપૂર્ણિ`માં નયનથારા ઉપરાંત સત્યરાજ, જય અને અચ્યુત કુમાર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મની વાર્તા એક શેફ અને તેના જીવનની આસપાસ ફરે છે.

ગુજરાતી યુવકે કરી નયનતારા વિરુદ્ધ ફરિયાદ

રમેશ સોલંકીના નામે સોશિયલ મીડિયા (Social Media) યૂઝરે ટ્વીટ કરી વારાફરતી બધા પૉઈન્ટ શૅર કર્યા છે. તેમના પ્રમાણે ફિલ્મ એન્ટી હિંદૂ છે, અને આ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. યૂઝર પ્રમાણે ફિલ્મમાં એક જગ્યાએ ભગવાન રામને મીટ ખાનાર સુદ્ધાં કહી દેવામાં આવ્યા છે.

સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારાની ફિલ્મ અન્નપૂર્ણીને રિલીઝ થયે એક મહિનો થઈ ગયો છે. પણ આ હવે ચર્ચામાં છવાઈ રહી છે. ફિલ્મ હવે કૉન્ટ્રોવર્સીનો શિકાર બની છે. ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ વિરુદ્ધ ફરિયાદ સુદ્ધાં નોંધાવવામાં આવી ચૂકી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં ભગવાન રામ પર વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી છે.

મુશ્કેલીમાં નયનતારાની ફિલ્મ

રમેશ સોલંકી નામના સોશિયલ મીડિયા યૂઝરે ટ્વીટ કરીને વારાફરતી આ બધા મુદ્દા જણાવ્યા છે. તેના પ્રમાણે ફિલ્મ એન્ટી હિંદૂ છે અને આ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. યૂઝર પ્રમાણે ફિલ્મમાં એક જગ્યાએ ભગવાન રામને માંસ ખાતા સુદ્ધાં બતાવી દેવામાં આવ્યા છે.

nayanthara latest films ram mandir netflix bollywood bollywood news entertainment news