‘ઝલક દિખલા જા’ની સુશાંતની પાર્ટનરથી જેલસ હતી અંકિતા

05 December, 2023 06:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈશાએ સુશાંતના ડાન્સ પાર્ટનર વિશે પૂછતાં અંકિતાએ કહ્યું કે ‘તેની ડાન્સ પાર્ટનર ખૂબ જ સારી હતી. એક દિવસ ડાન્સ કરતી વખતે તેણે સુશાંત પર જમ્પ કર્યો હતો (મેં વિચાર્યું) ઓહ શિટ! ગોદ મેં ચઢ ગઈ. હું ખૂબ જ પઝેસિવ હતી. હું હવે થોડી નૉર્મલ થઈ છું.

અંકિતા લોખંડે

અંકિતા લોખંડેનું કહેવું છે કે તેનો એક્સ-બૉયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત જ્યારે ‘ઝલક દિખલા જા’માં હતો ત્યારે તેની ડાન્સ પાર્ટનરને કારણે તે ખૂબ જ જેલસ ફીલ કરતી હતી. સુશાંતે ‘ઝલક દિખલા જા’ની ચોથી સીઝનમાં ભાગ લીધો હતો. આ સીઝનમાં તેની પાર્ટનર શેમ્પા હતી. આ વિશે અંકિતાએ ‘બિગ બૉસ 17’માં સ્પર્ધક ઈશા માલવિયા અને અભિષેક કુમાર સાથે વાત કરી હતી. અંકિતાને ઘણી વાર કહેવામાં આવ્યું છે કે તે ‘બિગ બૉસ 17’માં ફોકસ્ડ નથી. ઈશા અને અભિષક સાથેની વાતચીતમાં અંકિતાએ કહ્યું કે ‘હું ‘ઝલક દિખલા જા’માં પણ ટૉપ ફાઇવમાં હતી અને હું ત્યાં પણ એટલી ફોકસ્ડ નહોતી. હું ગમે ત્યારે વૉક પર જતી રહેતી હતી. હું નિશાંતને પણ કહેતી હતી કે ભૂલી જા કૉમ્પિટિશન છે અને ચાલ મારી સાથે, બહાર 
જઈએ.’

સુશાંત વિશે પૂછતાં અભિષેકે કહ્યું હતું કે તે ક્યાં સુધી પહોંચ્યો હતો અને અંકિતાએ કહ્યું કે તે ટૉપ ટૂમાં હતો. આ વિશે વધુ જણાવતાં અંકિતાએ કહ્યું કે ‘મેં તેને કહ્યું હતું કે હાર જાના બેટા. તું જીતો ગયો તો ખૂબ જ પ્રૉબ્લેમ થઈ જશે. તેને પહેલાં ૩૦ માર્ક્સ મળ્યા હતા. મને ઘણા પ્રૉબ્લેમ હતા. મને થતું હતું કે તેને આટલા બધા માર્ક્સ કેવી રીતે મળે છે.’
ઈશાએ સુશાંતના ડાન્સ પાર્ટનર વિશે પૂછતાં અંકિતાએ કહ્યું કે ‘તેની ડાન્સ પાર્ટનર ખૂબ જ સારી હતી. એક દિવસ ડાન્સ કરતી વખતે તેણે સુશાંત પર જમ્પ કર્યો હતો (મેં વિચાર્યું) ઓહ શિટ! ગોદ મેં ચઢ ગઈ. હું ખૂબ જ પઝેસિવ હતી. હું હવે થોડી નૉર્મલ થઈ છું. હું આવી નાની બાબતોને લઈને ખૂબ જ ગુસ્સે થઈ જતી હતી.’

મન્નારા સાથે દુશ્મનીને કન્ટિન્યુ રાખવા માગે છે અંકિતા
અંકિતા લોખંડેનું કહેવું છે કે તે હવે મન્નારા ચોપડા સાથે તેની દુશ્મનીને કન્ટિન્યુ રાખવા માગે છે. તેઓ બન્ને હાલમાં ‘બિગ બૉસ 17’માં જોવા મળી રહ્યાં છે. આ શોમાં મન્નારાની દોસ્તી અને તેના સ્વભાવને લઈને ઘણા સવાલો ઊઠી રહ્યા છે. તેની બોલવાની અને વાત કરવાની સ્ટાઇલ પણ ખૂબ જ ડિસરિસ્પેક્ટફુલ છે. આ માટે સલમાન ખાન અને કરણ જોહરે પણ તેને કહ્યું હતું. આ શોમાં મન્નારાએ અંકિતા સાથે દુશ્મની લીધી હતી. નૉમિનેશન ટાસ્ક દરમ્યાન મન્નારાને નૉમિનેટ કરતાં અંકિતાએ કહ્યું કે ‘તું મને પસંદ નથી કરતી અને હું તને પસંદ નથી કરતી. હું આ દુશ્મનીને કન્ટિન્યુ રાખવા માગુ છું અને એથી જ હું હવે તને નૉમિનેટ કરવા માગું છું.’
આ શોમાં અભિષેક કુમારે પણ તેને નૉમિનેટ કરતાં કહ્યું હતું કે મન્નારાની સેફ ગેમ તેને સમજમાં નથી આવતી.

ankita lokhande sushant singh rajput bollywood news entertainment news jhalak dikhhla jaa