સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’ ઠુકરાવીને મેં ભૂલ કરી હતી : અંકિતા લોખંડે

04 September, 2023 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ સમયે તે સુશાંત સિંહ રાજપૂત સાથે તેનાં લગ્નની તૈયારી કરવાને મહત્ત્વ આપી રહી હતી

અંકિતા લોખંડે

અંકિતા લોખંડેનું કહેવું છે કે સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’ ઠુકરાવવી તેની કરીઅરની મોટી ભૂલ હતી. એ સમયે આ ફિલ્મમાં શાહરુખ ખાન કામ કરવાનો હતો. જોકે બન્ને સાથે કામ કરવાની જગ્યાએ તેણે સુશાંત સિંહ રાજપૂત સાથેની રિલેશનશિપને મહત્ત્વ આપ્યું હતું. ‘પવિત્ર રિશ્તા’ એ સમયનો સૌથી મોટો શો હતો. સુશાંત એ સમયે ટીવીમાંથી ફિલ્મોમાં ટ્રાન્ઝિશન કરવામાં સફળ રહ્યો હતો અને અંકિતા પણ ફિલ્મોમાં તેનું લક અજમાવવા માગતી હતી. જોકે તેણે રિલેશનશિપને મહત્ત્વ આપ્યું હતું. એ સમયે તેને સંજય લીલા ભણસાલીએ ફિલ્મની ઑફર કરી હતી. આ વિશે વાત કરતાં અંકિતાએ કહ્યું કે ‘મને યાદ છે કે સંજય સરે મને ફોન કરીને કહ્યું હતું કે કર લે બાજીરાવ વરના યાદ રખ, પછતાએગી તૂ. સંજય સર મારા કામનાં વખાણ કરી રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ મોટી વાત છે. ત્યારે મેં તેમને કહ્યું હતું કે નહીં સર, મારે લગ્ન કરવાં છે. મને હજી પણ યાદ છે કે તેમની પાસે ત્યારે મને કહેવા માટે કંઈ જ નહોતું. મને એ વાતનો પસ્તાવો નથી, કારણ કે સાચું કહું તો  એ સમયે મારી પ્રાયોરિટી અલગ હતી. મને એ પણ નહોતી ખબર કે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બૅલૅન્સ કેવી રીતે કરવી. જોકે મને હવે ખબર છે અને હું દરેકને બન્ને લાઇફને અલગ રાખી એને બૅલૅન્સ કરવા કહું છું. જોકે આ ઑફર ઠુકરાવવી એ મારી મોટી ભૂલ હતી.’

ankita lokhande sanjay leela bhansali bajirao mastani bollywood gossips bollywood news entertainment news