19 June, 2023 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રશ્મિકા મંદાના
સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna)એ ફિલ્મ `ગુડબાય` (Goodbye)દ્વારા બૉલિવૂડ (Bollywood)માં એન્ટ્રી કરી છે. અભિનેત્રી ટૂંક સમયમાં રણબીર કપૂર (Ranbir Kapoor)સાથે `એનિમલ`માં જોવા મળશે. નેશનલ ક્રશ બનેલી રશ્મિકા મંદાના સાથે મોટી છેતરપિંડી થઈ છે. આવી કરતુત કરનાર બીજુ કોઈ નહીં તેની જાણીતી વ્યકિત જ છે.રિપોર્ટ્સનું માનીએ તો રશ્મિકા(Rashmika Mandanna)સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ક્રશ રશ્મિકા મંદાના(Rashmika Mandanna)80 લાખ રૂપિયાની છેતરપિંડીનો શિકાર બની છે. તે જ સમયે, છેતરપિંડી કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ તેની મેનેજર છે. મેનેજરે રશ્મિકાના 80 લાખ રૂપિયા ચોરી લીધા. આ અંગે રશ્મિકાને જાણ થતાં જ તે રોષે ભરાઈ હતી. રશ્મિકાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે મેનેજરને તાત્કાલિક અસરથી કાઢી મૂકી.
રિપોર્ટ અનુસાર, મેનેજર લાંબા સમયથી રશ્મિકા મંદાના(Rashmika Mandanna)સાથે સંકળાયેલી હતી અને અભિનેત્રીની જાણ વગર ધીમે ધીમે પૈસાની ચોરી કરતી હતી. જેની પર વિશ્વાસ રાખી લાંબા સમયથી અભિનેત્રી જોડાઈ હતી તેણે જ આવો દગો દેતા જ્યારે આવું થાય છે, ત્યારે રશ્મિકા મંદાના આઘાતમાં છે, અને આ ઘટનાએ તેને હચમચાવી દીધી છે.
રશ્મિકા મંદાના(Rashmika Mandanna)ની વાત કરીએ તો આ દિવસોમાં તે રણબીર કપૂર સાથે તેની આગામી ફિલ્મ `એનિમલ`ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મના અભિનેતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું અને પ્રી-ટીઝરે રિલીઝ સાથે ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. ઉપરાંત, તે એક જ તારીખે રિલીઝ થનારી બે મોટી ફિલ્મો `ગદર 2` અને `OMG 2` સાથે ટકરાશે.
આ સિવાય રશ્મિકા મંદાના તેની બ્લોકબસ્ટર ફિલ્મ `પુષ્પા`ની સિક્વલ `પુષ્પા 2` માટે પણ ચર્ચામાં છે. બીજા ભાગમાં પણ તે અલ્લુ અર્જુન સાથે જોડી બનાવતી જોવા મળશે. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
`પુષ્પા 2` (Pushpa 2 Teaser)નું મોસ્ટ અવેટેડ ઓફિશિયલ ટીઝર આંધ્ર પ્રદેશમાં શૂટ કરવામાં આવ્યું હતું. હવે તેની રિલીઝ ડેટ પણ મળી ગઈ છે. મોસ્ટ અવેટેડ `પુષ્પા 2`નું ટીઝર આ વર્ષે 8મી એપ્રિલે અલ્લુ અર્જુનના 41મા જન્મદિવસના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું હતું. નિર્માતાઓએ એક ખાસ પોસ્ટર સાથે ઉત્તેજક પુષ્ટિ કરી હતી. `પુષ્પા 2`ના સત્તાવાર ટીઝરમાં 3 મિનિટનો કોન્સેપ્ટ વીડિયો છે, જેમાં હાઈ વોલ્ટેજ એક્શન સિક્વન્સ છે. આમાં લીડિંગ મેન અલ્લુ અર્જુન છે. ભલે પહેલા ટીઝર વિશે કંઈ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ અફવા છે કે અલ્લુ અર્જુનના ચાહકોને સુકુમાર નિર્દેશિતના ફર્સ્ટ લૂક વીડિયોમાં એક ખાસ સરપ્રાઈઝ મળી.