‘પઠાન’ પર ‘ઍનિમલ’નો વાર

05 December, 2023 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂરની ફિલ્મે ત્રણ દિવસમાં હિન્દીમાં કર્યો ૧૭૬.૫૮ કરોડનો બિઝનેસ

રણબીર કપૂર , શાહ રૂખ ખાન

બૉક્સ-ઑફિસ પર હાલમાં ‘ઍનિમલ’નું તોફાન ચાલી રહ્યું છે. આ તોફાને પહેલા ત્રણ દિવસમાં ‘પઠાન’ના બિઝનેસને પાછળ છોડી દીધો છે. ઓપનિંગ વીક-એન્ડમાં આ ફિલ્મે ખૂબ જ જોરદાર બિઝનેસ કર્યો છે. પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરવાની સાથે ઓપનિંગ વીક-એન્ડમાં પણ આ ફિલ્મ રણબીરની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની ગઈ છે. સંદીપ રેડ્ડી વાન્ગા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મે ત્રણ દિવસમાં ૧૭૬.૫૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. શાહરુખ ખાનની ‘પઠાન’ બુધવારે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મનો બિઝનેસ શુક્રવાર સુધી એટલે કે પહેલા ત્રણ દિવસમાં ૧૬૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જોકે રણબીરની શુક્રવારે ૫૪.૭૫ કરોડ, શનિવારે ૫૮.૩૭ કરોડ અને રવિવારે ૬૩.૪૬ કરોડની સાથે ટોટલ ૧૭૬.૫૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ કોઈ તહેવાર દરમ્યાન રિલીઝ નહોતી થઈ. તેમ જ એની સાથે વિકી કૌશલની ‘સૅમ બહાદુર’ની પણ ટક્કર હતી. જો આ ફિલ્મની ટક્કર ન થઈ હોત તો શાહરુખ ખાનની ‘જવાન’ના બિઝનેસને પણ ‘ઍનિમલ’એ ટક્કર આપી હોત. ‘જવાન’નો ત્રણ દિવસનો બિઝનેસ ૧૮૦.૪૫ કરોડ છે અને જો વધુ સ્ક્રીન હોત તો ચાર કરોડનો બિઝનેસ તો આ ફિલ્મે ખૂબ જ સરળતાથી ક્રૉસ કરી લીધો હોત. આ ફિલ્મને મળેલું ઍડલ્ટ સર્ટિફિકેટ પણ ખૂબ જ મોટો પૉઇન્ટ છે. ‘જવાન’ અને ‘પઠાન’ બન્નેને યુનિવર્સલ સર્ટિફિકેટ મળ્યું હતું. અન્ય ભાષામાં ‘ઍનિમલ’એ શુક્રવારે ૯.૦૫ કરોડ, શનિવારે ૮.૯૦ કરોડ અને રવિવારે ૭.૨૩ કરોડની સાથે ટોટલ ૨૫.૧૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. દરેક ભાષાના બિઝનેસને ધ્યાનમાં રાખીએ તો આ ફિલ્મે ત્રણ દિવસમાં ૨૦૧.૭૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. 

 25.55
‘ઍનિમલ’ના રેકૉર્ડ બ્રેકિંગ બિઝનેસ સામે વિકી કૌશલની ‘સૅમ બહાદુર’એ ત્રણ દિવસમાં કર્યો આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ.

‘નેપોલિયન’ અને ‘હંગર ગેમ્સ’ રિલીઝ થઈ હોવા છતાં ગ્લોબલ માર્કેટને પણ ડૉમિનેટ કરી રહી છે ‘ઍનિમલ’.

 

 

ranbir kapoor bollywood news animal entertainment news Shah Rukh Khan bobby deol rashmika mandanna anil kapoor