midday

નુકસાન તો હોતા હૈ

16 June, 2024 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંઘમ અગેઇન અને ભૂલભુલૈયા 3ના ક્લૅશ વિશે અનીસ બઝ્‍મીએ કહ્યું…
ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

ફિલ્મમેકર અનીસ બઝ્‍મીની ‘ભૂલભુલૈયા 3’ દિવાળીમાં રિલીઝ કરવાનું એક વર્ષ પહેલાં જ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું, એવામાં તાજેતરમાં રોહિત શેટ્ટીએ તેની ‘સિંઘમ અગેઇન’ને દિવાળીમાં રિલીઝ કરવાનું જાહેર કર્યું છે એથી ડિરેક્ટર અનીસે આ ક્લૅશને યોગ્ય નથી ગણાવ્યો. આ બન્ને ફિલ્મો મોટા બજેટની છે. ફૅન્સ આ બન્ને ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અનીસ બઝ્‍મી ‘ભૂલભુલૈયા 3’ની રિલીઝ-ડેટ બદલવાના મૂડમાં નથી. ‘સિંઘમ અગેઇન’ પહેલાં ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની હતી, પણ ફિલ્મમાં થોડું કામ બાકી હોવાથી એને પોસ્ટપોન કરવામાં આવી છે. ફિલ્મોના આ ક્લૅશ વિશે અનીસ કહે છે, ‘ક્લૅશ સારી વાત નથી. અમે એક વર્ષ પહેલાં જ ‘ભૂલભુલૈયા 3’ની તારીખ અનાઉન્સ કરી હતી. ખબર નહીં હવે શું કરીએ? ક્લૅશ થાય તો એની બધી ફિલ્મો પર માઠી અસર થાય છે. નુકસાન તો હોતા હૈ. બાત પ્રોડક્ટ મેં કૉન્ફિડન્સ કી નહીં હૈ. દુનિયા કા હર ડિરેક્ટર, ઍક્ટર, રાઇટર હમેશા અપની ફિલ્મ કે બારે મેં કૉન્ફિડેન્ટ્લી બાત કરતા હૈ.’

Whatsapp-channel
anees bazmee upcoming movie bhool bhulaiyaa singham diwali entertainment news bollywood bollywood news