બૅડ ન્યુઝ માટે સાચે જ બૅડ ન્યુઝ

20 July, 2024 07:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં અનન્યા પાંડે પણ નાનકડી ભૂમિકામાં છે એ દૃશ્ય થયું લીક

અનન્યા પાંડે

વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્કની ‘બૅડ ન્યુઝ’ માટે સાચે જ ખરાબ સમાચાર છે. ગઈ કાલે રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનન્યા પાંડે નાનકડી ભૂમિકામાં છે. આ ફુટેજ લીક થઈ ગયું છે. આ દૃશ્યમાં અનન્યા જોવા મળી રહી છે. આ વાતને મેકર્સ દ્વારા ખૂબ જ સાચવીને રાખવામાં આવી હતી જેથી દર્શકોને સરપ્રાઇઝ મળે. જોકે ફિલ્મ રિલીઝ થતાં એક દર્શકે અનન્યાના દૃશ્યને શૂટ કરીને સોશ્યલ મીડિયા પર શૅર કરી દીધું હતું. આ દૃશ્યમાં તૃપ્તિનું પાત્ર અનન્યાના પાત્રનો આભાર માની રહ્યું હોય છે, કારણ કે તે તૃપ્તિના પાત્ર પરથી ફિલ્મ બનાવી રહી હોય છે. આ ફિલ્મમાં નેહા શર્માનું પણ નાનકડું પાત્ર હોવાની ચર્ચા છે.

ચાલની ૧૦X૧૦ની રૂમમાં જન્મ્યો અને મોટો થયો હતો વિકી કૌશલ

વિકી કૌશલનો જન્મ ચાલમાં ૧૦X૧૦ની રૂમમાં થયો હતો અને ત્યાં જ તે મોટો થયો હતો. તેના પિતા શામ કૌશલ ઍક્શન ડિરેક્ટર હતા. તેમણે બૉલીવુડમાં સ્ટ્રગલ જોઈ હતી. આ વિશે વાત કરતાં વિકી કહે છે, ‘હું ચાલની ૧૦X૧૦ની ખોલીમાં જન્મ્યો અને મોટો થયો છું. મેં જોયું છે કે અમે ચાલમાંથી એક બેડરૂમ હૉલ કિચન અને ત્યાર બાદ બે બેડરૂમ હૉલ કિચનના ઘરમાં કેવી રીતે ગયા છીએ. સ્ટ્રગલ અમારાથી ક્યારેય છુપાઈ નહોતી.’

vicky kaushal tripti dimri bollywood news Ananya Panday bollywood gossips bollywood entertainment news