13 April, 2019 10:09 AM IST |
અનન્યા પાન્ડે
‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’થી બૉલીવુડમાં પદાર્પણ કરનાર ચંકી પાન્ડેની દીકરી અનન્યા પાન્ડેએ જણાવ્યું હતું કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં નવા કલાકારોની જરૂર હોય છે. તેણે એમ પણ કહ્યું હતું કે નવા લોકોના આવવાથી સ્પર્ધા વધી જાય છે અને એનાથી અન્યોને પણ સખત મહેનત કરવાની પ્રેરણા મળે છે. આ વિશે અનન્યાએ કહ્યું હતું કે ‘મને કૉમ્પિટિશન પસંદ છે અને એ મારી ફિલ્મમાં જોવા મળશે. સ્પર્ધા એક પ્રકારનું ફન છે. નવા લોકોના આવવાથી ખરેખર ઘણી પ્રેરણા મળે છે. ઇન્ડસ્ટ્રીને હંમેશાં નવા લોકોની જરૂર હોય છે.’
‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’ને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે અને પુનિત મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. આ બન્નેનો આભાર માનતાં અનન્યાએ કહ્યું હતું કે ‘હું એ કલ્પના પણ કરી નથી શકતી કે મેં આ ફિલ્મમાં કામ કર્યું છે. હું સપનું જોતી હોઉં એવું લાગે છે. આ એક અદ્ભુત ફીલિંગ છે. હું કરણ જોહર અને પુનિત મલ્હોત્રાની આભારી છું. ફિલ્મને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું.’
આ પણ વાંચો : અવેન્જર્સ : એન્ડગેમ માટે માર્ક રફાલોએ પાંચ એન્ડ શૂટ કર્યા હતા
કૉલેજના સ્ટુડન્ટની લાઇફને દેખાડતી અને ૧૦ મેએ રિલીઝ થનારી આ ફિલ્મ દ્વારા તારા સુતરિયા પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાની છે. સ્પર્ધા વિશે તારાએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે કૉમ્પિટિશન અનહેલ્ધી હોય. સ્પર્ધા હેલ્ધી જ રહેવાની છે. હું ખૂબ એક્સાઇટેડ છું. મેં કેટલીક ફિલ્મો જોઈ છે અને અમારી ફિલ્મમાં પણ તમે એ જોઈ શકો છો.’