અંબાણી પરિવારના અવસરમાં સામેલ થવા સલમાન, રિહાના પહોંચ્યા જામનગર, કપૂર પરિવાર પણ રવાના

29 February, 2024 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન (Anant Ambani Radhika Merchant Wedding)નો પ્રસંગ છે, જેમાં સામેલ થવાં ઘણી સેલિબ્રિટીઓ, ફિલ્મ સ્ટાર્સ અને હોલિવૂડની મોટી હસ્તીઓ જામનગર પહોંચી છે.

સલમાન ખાન અને સિંગર રિહાનાનું જામનગરમાં આગમન

Anant Ambani Radhika Merchant Wedding: ગુજરાતના જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઈવેન્ટ યોજાવા જઈ રહી છે જેમાં બૉલીવુડથી લઈને હોલીવુડ સુધીની તમામ હસ્તીઓ ભાગ લઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો પ્રસંગ છે, જેમાં ઘણી સેલિબ્રિટીઓ, ફિલ્મ સ્ટાર્સ અને હોલિવૂડની મોટી હસ્તીઓ પણ આવવા લાગી છે. આ અવસર પર જ્યાં બોલિવૂડના સલમાન ખાન જામનગર પહોંચ્યા છે તો  હોલીવૂડની લોકપ્રિય સિંગર રિહાના તેની ટીમ સાથે જશ્નને વધુ ઉત્સાહિત બનાવવા પહોંચી છે. આવો આ પ્રસંગની તસવીરો જોઈએ, જામનગરની ધરતી પર કયા સિતારાઓ પહોંચ્યા.

નોંધનીય છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરમાં છેલ્લા ઘણા દિવસોથી તહેવારનો માહોલ છે. વાસ્તવમાં તેમનો નાનો દીકરો અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે જ્યારે પ્રસંગ આટલો ખાસ છે, ત્યારે મહેમાનો ચોક્કસપણે ખાસ હશે. તેથી જ જામનગરમાં વિશ્વભરમાંથી સ્ટાર્સની ભારે ભીડ ઉમટી રહી છે.

 

જણાવવામાં આવી રહ્યું છે કે 1 માર્ચથી 3 માર્ચની વચ્ચે તેમના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બૉલિવૂડથી લઈને હોલીવૂડ, રાજકારણ, બિઝનેસ, ક્રિકેટ અને અન્ય દુનિયાની મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

અભિનેતા અર્જુન કપૂર ગુજરાતી લગ્નનો ઠાઠા જોવા માટે જામનગર પહોંચ્યા છે. 

 

આ ફંક્શનમાં ઘણા બૉલિવૂડ સ્ટાર્સ પણ ભાગ લઈ રહ્યા છે, જેમાં અભિષેક બચ્ચન, સલમાન ખાન અને જાહ્નવી કપૂર જેવા કલાકારો સામેલ છે.આ ફંક્શન માટે હોલીવૂડ સિંગર રિહાન્ના પણ તેની ટીમ સાથે ગુરુવારે વહેલી સવારે પહોંચી છે, જે અહીંનું ખાસ આકર્ષણ બની રહી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આ અવસરને વધુ ખાસ બનાવવા માટે રિહાના પણ પરફોર્મ કરવા જઈ રહી છે.

 

કપૂર પરિવાર પણ જામનગર પહોંચવા માટે રવાના થઈ ગયો છે. આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રાહા અને નીકુ કપૂર મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં સામેલ થવા માટે મુંબઈથી રવાના થઈ ગયા છે. 

Anant Ambani radhika merchant mukesh ambani nita ambani bollywood news jamnagar Salman Khan rihanna arjun kapoor