જ્યારે અભિષેક બચ્ચને બિગ બી અને દાઉદ વિશે થયેલી આ ગેરસમજણ વિશે ખોલ્યો ભેદ

20 December, 2023 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Controversy: Amitabh Bachchan Shakes Hands with Political Leader: અમુક સમય પહેલા અમિતાભ બચ્ચનની એક તસવીર સામે આવી હતી, જેને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ હોબાળો મચ્યો હતો અને આ મામલે અભિષેક બચ્ચને ખુલાસો કર્યો હતો.

અભિષેક બચ્ચન (ફાઈલ ફોટો)

Controversy: Amitabh Bachchan Shakes Hands with Political Leader: અમુક સમય પહેલા અમિતાભ બચ્ચનની એક તસવીર સામે આવી હતી, જેને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ હોબાળો મચ્યો હતો અને આ મામલે અભિષેક બચ્ચને પણ કેટલાક ખુલાસા કર્યા હતા.

Controversy: Amitabh Bachchan Shakes Hands with Political Leader: ઘણીવાર સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો સામે આવે છે, જેમાં દ્રશ્ય કંઈ હોય છે કે હકીકત કંઈક જુદી હોય છે. આવું જ કંઈક કેટલાક સમય પહેલા આવેલી અમિતાભ બચ્ચનની તસવીરમાં થયું હતું, આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઈન્ટરનેટ પર હોબાળો મચ્યો હતો. અમિતાભ બચ્ચન આ તસવીરમાં એક શખ્સ સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. આ શખ્સને કહેવાતી રીતે દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) કહેવામાં આવ્યો હતો. આ તસવીર સામે આવ્યા બાદ લોકોએ અમિતાભ બચ્ચન પર અનેક પ્રકારના આક્ષેપો મૂક્યા, તેમની ટીકા પણ કરી. જો કે, ત્યાર બાદ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના દીકરા અભિષેક બચ્ચને આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જો કે, આ ઘટના ઘણી જૂની છે. પણ આજે જાણો આ વિશે વધુ વિગતે.

અભિષેક બચ્ચને ખોલ્યો ભેદ
Controversy: Amitabh Bachchan Shakes Hands with Political Leader: સોશિયલ મીડિયા પર વાયરલ થતી આ તસવીરને જોઈને લોકોએ આ અફવા ફેલાવી કે અમિતાભ બચ્ચન દાઉદ ઈબ્રાહિમને મળ્યા હતા અને તેમની સામે હસતા હસતા હાથ પણ મિલાવ્યો હતો. તસવીર વાયરલ થયા બાદ લોકોએ અમિતાભ બચ્ચનની ખૂબ જ ટીકા કરવાનું શરૂ કરી દીધું અને તેમના પર અનેક પ્રશ્નો પણ ઊઠાવ્યા. ઘટના વધુ ચર્ચાન્વિત થતા અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક બચ્ચને એક પોસ્ટ પર જવાબ આપતા લખ્યું કે તસવીરમાં તેમના પિતા અમિતાભ બચ્ચન સાથે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ છે. અભિષેકના આ જવાબ પછી તે શખ્સે કરેલી પોસ્ટ તો તેણે ડિલીટ કરી દીધી પણ તેમ છતાં આજે પણ એ તસવીર ઈન્ટરનેટ પર જોવા મળી રહે છે.

મુંબઈ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ છે દાઉદ
Controversy: Amitabh Bachchan Shakes Hands with Political Leader: માહિતી પ્રમાણે દાઉદ ઈબ્રાહિમ છેલ્લા કેટલાક વર્ષથી પાકિસ્તાનમાં સંતાયો છે, જો કે એ કોઈને પણ નથી ખબર કે તે જીવીત છે કે નહીં. જણાવવાનું કે દાઉદ ઈબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હતો અને તે ભારતમાં મોસ્ટ વૉન્ટેડ છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે દાઉદને કરાચીમાં ઝેર આપી દેવામાં આવ્યું છે, જેના પછી તેની ત્યાંનાં એક હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે, અધિકારિક રીતે કોઈએ પણ આ વાતની પુષ્ટિ કરી નથી.

amitabh bachchan abhishek bachchan dawood ibrahim ashok chavan social media bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news