૪૫ ડિગ્રી તાપમાનમાં ગરમ કપડાં પહેરીને શૂટિંગ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન

10 June, 2024 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮૧ વર્ષની ઉંમરે પણ તેઓ ફિલ્મો, શો અને ઍડ્માં સક્રિય છે

અમિતાભ બચ્ચન (ફાઇલ તસવીર)

અમિતાભ બચ્ચન કામને લઈને કોઈ જ સમાધાન નથી કરતા. ૮૧ વર્ષની ઉંમરે પણ તેઓ ફિલ્મો, શો અને ઍડ્માં સક્રિય છે. પોતાના કામને લઈને તેઓ સોશ્યલ મીડિયામાં માહિતી શૅર કરે છે. સતત વધતી ગરમીને કારણે લોકો અકળાઈ ગયા છે. એવામાં અમિતાભ બચ્ચન ૪૫ ડિગ્રીના તાપમાનમાં જાડાં કપડાં પહેરીને શૂટિંગ કરી રહ્યા છે. સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી, ‘ઉનાળામાં ૪૫ ડિગ્રી તાપમાનમાં સ્નોમાં પહેરવાના આઉટફિટ પહેર્યા છે. કામ મારી પૂજા છે.’

amitabh bachchan social media entertainment news bollywood bollywood news