07 August, 2022 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પીઆર
અનુભવી દિગ્દર્શક સૂરજ આર. બડજાત્યા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ – ઊંચાઈ (Uunchai)ના પ્રથમ વિઝ્યુઅલના અનાવરણ સાથે રાજશ્રી ખાતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ઊંચાઈ 11.11.22ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની, નીના ગુપ્તા, સારિકા અને પરિણીતી ચોપરા જેવા દિગ્ગજ કલાકારો એકસાથે મોત પડદા પર જોવા મળશે. ડેની ડેન્ઝોંગપા અને નફીસા અલી સોઢી પણ કેમિયોમાં દેખાશે.
ઊંચાઈના ફર્સ્ટ લૂકમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાનીને હિમાલયમાં પર્વતારોહણ કરતા બતાવાયા છે, જેમાં બેકગ્રાઉન્ડમાં માઉન્ટ એવરેસ્ટ દેખાઈ રહ્યો છે. ટીઝર પોસ્ટરની ટોચ પર ટેગલાઈન લખવામાં આવ્યું છે - મિત્રતા તેમની એકમાત્ર પ્રેરણા હતી. આ ટેગલાઇન, મિત્રતા ફિલ્મનું કેન્દ્ર હોવાનો સંકેત આપે છે.
ઊંચાઈ રાજશ્રીની પ્રોડક્શન 60મી ફિલ્મ છે. ઉપરાંત પ્રોડક્શન હાઉસ આ વર્ષે તેની 75મી વર્ષગાંઠની ઉજવણી સૂરજ આર. બડજાત્યાના 7માં દિગ્દર્શક સાહસ સાથે કરે છે. કમલ કુમાર બડજાત્યા, સ્વ. રાજકુમાર બડજાત્યા અને રાજશ્રીના અજીત કુમાર બડજાત્યા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે નિર્માતા તરીકે મહાવીર જૈન ફિલ્મ્સના મહાવીર જૈન અને બાઉન્ડલેસ મીડિયાના નતાશા માલપાણી ઓસ્વાલ સાથે જોડાયા છે.
રાજશ્રીએ જબરદસ્ત સ્કેલ અને વિઝ્યુઅલ ભવ્યતા સાથે ફિલ્મો બનાવી છે. ટીઝર પોસ્ટરમાં હિમાલયના દ્રશ્યો આકર્ષક અને રસપ્રદ દેખાઈ રહ્યા છે.