ઇન્જરીને કારણે દરેક કામ અટકી પડ્યું છે : અમિતાભ બચ્ચન

08 March, 2023 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચને કહ્યું કે ‘મારી ઈજાને લઈને જેમણે પણ ચિંતા વ્યક્ત કરી અને મારા માટે પ્રાર્થના કરી છે તેમને મારો પ્રેમ.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનને હાલમાં જ ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમ્યાન ઇન્જરી થતાં તેમનું દરેક કામ અટકી ગયું છે. તેમને પાંસળીમાં ઈજા થતાં તેઓ હાલમાં આરામ ફરમાવી રહ્યા છે. 

તેમણે આ સાથે એ પણ જણાવ્યું હતું કે તેમણે સોમવારે હોળી દહન કર્યું હતું. આ વિશે વાત કરતાં સોશ્યલ મીડિયા પર અમિતાભ બચ્ચને કહ્યું કે ‘મારી ઈજાને લઈને જેમણે પણ ચિંતા વ્યક્ત કરી અને મારા માટે પ્રાર્થના કરી છે તેમને મારો પ્રેમ. હું ધીમે-ધીમે સાજો થઈ રહ્યો છું. જોકે એને સમય લાગશે, પરંતુ ડૉક્ટરે મને જે કરવા માટે સલાહ આપી છે એને હું ફૉલો કરી રહ્યો છું. હું આરામ કરી રહ્યો છું અને મારું બધું કામ અટકી ગયું છે. સ્વાસ્થ્ય સારું હશે અને ડૉક્ટર હા કહેશે ત્યાર બાદ જ કામ શરૂ કરીશ.’

entertainment news bollywood news bollywood gossips bollywood amitabh bachchan