05 February, 2024 06:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. તેઓ સતત તેમના ફૅન્સ સાથે પ્રેરણાદાયી વાતો અને સલાહ શૅર કરે છે. તેમની ‘શહેનશાહ’ ૧૯૮૮ની ૧૨ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. એનું થયેલું ઐતિહાસિક ઍડ્વાન્સ બુકિંગનું બૉલીવુડમાં ફરી કદી પુનરાવર્તન નથી થયું. આ વાતની માહિતી તેમને તેમના એક ફૅને આપી હતી. આવું જ કાંઈક બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું છે કે ફેબ્રુઆરી ફિલ્મી ટ્રિવિયા... ‘શહેનશાહ’ એવી ફિલ્મ છે જેનું ઐતિહાસિક ઍડ્વાન્સ બુકિંગ થયું હતું અને એનું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી પાછું પુનરાવર્તન નથી થયું. ફિલ્મની રિલીઝનાં બે અઠવાડિયાં પહેલાં ૧૯૮૮ની પહેલી ફેબ્રુઆરી સુધી બધી ટિકિટ વેચાઈ ગઈ હતી. આવું ફરી કદી નથી થયું. કર્ટ્સી સૈકરુન. આ વાંચીને ખુશી થઈ. એક વાત હું કહેવા માગું છું કે મને પણ એની જાણ નહોતી. પ્રામાણિકપણે કહું તો હું એવી વાતો પર વધુ ધ્યાન નથી આપતો. મારું એટલું જ કહેવું છે કે તમે માત્ર તમારું કામ કરતા રહો. બાકી બધી ચિંતા છોડી દો. જો એને સફળતા મળવાની હશે તો મળીને જ રહેશે.’