03 October, 2022 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયા બચ્ચન
જયા બચ્ચનને જણાવ્યું કે જ્યારે તેમના ફ્રેન્ડ્સ ઘરે આવતા તો અમિતાભ બચ્ચનને એ ગમતું નહીં. આ વાત તેમણે શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદાના પૉડકાસ્ટમાં કહી હતી. એ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે તેમની સહેલીઓ તેમના ઘરે આવતી હતી. એ ગ્રુપનું નામ ‘સાત સહેલી’ રાખવામાં આવ્યું હતું. જયા બચ્ચને કહ્યું કે જ્યારે તેમની સહેલીઓ ઘરે આવતી તો અભિષેક બચ્ચન, શ્વેતા, નવ્યા અને અગસ્ત્ય નંદા ખુશ થતાં હતાં. એ વખતે અમિતાભ બચ્ચનનું વર્તન કેવું રહેતું એ વિશે જયા બચ્ચને કહ્યું કે ‘તારા નાના ચિડાઈ જતા. તેઓ એમ કહેતા કે ‘એક્સક્યુઝ મી, જો તમને વાંધો ન હોય તો મારે ઉપર જવું છે.’ જોકે મારી સહેલીઓ પણ ખૂબ ખુશ થતી જો તેઓ હાજર ન હોય તો. તેઓ તેમને ઘણા સમયથી ઓળખતી હતી. હવે તો તેઓ ઘણા બદલાઈ ગયા છે. તેમની ઉંમર પણ થઈ ગઈ છે. તમારી ઉંમર વધતી જાય છે, પરંતુ તમે દિલથી વૃદ્ધ ન થઈ શકો.’