શાહરુખ ખાનની કિંગમાં અભિષેકની એન્ટ્રીને કન્ફર્મ કરી અમિતાભ બચ્ચને

17 July, 2024 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખની દીકરી સુહાના ખાન આ ફિલ્મ દ્વારા સિનેમામાં ડેબ્યુ કરી રહી છે

અભિષેક બચ્ચન

શાહરુખ ખાનની ‘કિંગ’માં હવે અભિષેક બચ્ચનની એન્ટ્રી ફાઇનલ થઈ ગઈ છે. આ વાતની પુષ્ટિ અમિતાભ બચ્ચને પોતે કરી છે. શાહરુખની દીકરી સુહાના ખાન આ ફિલ્મ દ્વારા સિનેમામાં ડેબ્યુ કરી રહી છે. સુહાનાએ ઍક્ટિંગ ડેબ્યુ નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ આર્ચીસ’ દ્વારા કર્યો હતો. જોકે તે હવે સિનેમાના પડદે પદાર્પણ કરવા જઈ રહી છે. આ ફિલ્મને શાહરુખે પ્રોડ્યુસ કરી છે અને એમાં કામ પણ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અભિષેકનું પાત્ર નેગેટિવ છે. અભિષેકે અગાઉ ઘણાં નેગેટિવ પાત્ર કર્યાં છે. જોકે તેનું આ પાત્ર થોડું કૉમ્પ્લેક્સ છે. આ ફિલ્મમાં અભિષેકની એન્ટ્રીની ઘણી ચર્ચા ચાલી રહી છે. એ સમાચારને ફરી ટ્વીટ કરીને અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘ઑલ ધ બેસ્ટ અભિષેક. સમય આવી ગયો છે.’

abhishek bachchan upcoming movie amitabh bachchan Shah Rukh Khan suhana khan entertainment news bollywood bollywood news