અમિતાભ અને અભિષેક બચ્ચને મુલુંડમાં ૨૪.૯૫ કરોડ રૂપિયામાં ૧૦ ફ્લૅટ ખરીદ્યા

25 October, 2024 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે આ ૩-૪ બેડરૂમના લક્ઝુરિયસ ફ્લૅટ મુલુંડના એક પૉશ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ખરીદ્યા છે

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન તેમની સ્થાવર ​મિલકત વધારતા જઈ રહ્યા છે. રિયલ એસ્ટેટના એક પોર્ટલે જણાવ્યા મુજબ અમિતાભ અને અભિષેકે મુલુંડ-વેસ્ટમાં ૧૦ ફ્લૅટ ખરીદ્યા છે જેની કુલ કિંમત ૨૪. ૯૫ કરોડ રૂપિયા છે. તેમણે આ ૩-૪ બેડરૂમના લક્ઝુરિયસ ફ્લૅટ મુલુંડના એક પૉશ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ખરીદ્યા છે. તેમના ૮ ફ્લૅટ ૧૦૪૯ સ્ક્વેર ફુટના છે અને બે ફ્લૅટ ૯૧૨ સ્ક્વેર ફુટના છે. દસમાંથી અમિતાભ બચ્ચને ૪ ફ્લૅટ ખરીદ્યા છે તો અભિષેક બચ્ચને ૬ ફ્લૅટ ૧૪.૭૭ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આ વર્ષે અગાઉ અભિષેકે આ જ ડેવલપરના બોરીવલી-ઈસ્ટના મોકાના પ્રોજેક્ટમાં ૬ ફ્લૅટ ૧૫.૫ કરોડમાં ખરીદ્યા છે. 

amitabh bachchan abhishek bachchan mulund property tax mumbai entertainment news bollywood bollywood news