10 March, 2024 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સાઉથની સુપરસ્ટાર નયનતારા અને તેના હસબન્ડ વિજ્ઞેશ શિવનના સંબંધ વણસ્યા છે અને તેઓ ડિવૉર્સ લેવાનાં છે એવી અફવા હાલમાં ફેલાઈ હતી. સાથે જ નયનતારાના ઇન્સ્ટાગ્રામના ફૉલોઅર્સમાં તેનો હસબન્ડ નથી એવું લોકોના ધ્યાનમાં આવ્યું હતું. જોકે એ ટેક્નિકલ પ્રૉબ્લેમ હતો અને બન્ને એકબીજાને ફૉલો કરે છે. બન્ને અત્યારે સાઉદી અરેબિયામાં ફૉર્મ્યુલા-1 રેસ જોવા પહોંચ્યાં છે. એની નાનકડી ક્લિપ નયનતારાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી હતી. અગાઉ વિજ્ઞેશે ડિવૉર્સ લેવાના છે એ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. ૨૦૨૨માં નયનતારા અને વિજ્ઞેશે લગ્ન કર્યાં હતાં. સરોગસીથી તેઓ બે દીકરાનાં પેરન્ટ્સ પણ બન્યાં છે.