અમીષા પટેલે રાંચી સિવિલ કૉર્ટમાં કર્યું સરેન્ડર, જાણો કેમ?

17 June, 2023 05:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલે  શનિવારે રાંચી સિવિલ કૉર્ટમાં સરેન્ડર કરી દીધું છે. જેના પછી કૉર્ટે તેને ફરી 21 જૂનના રોજ કૉર્ટ સામે હાજર થવાના આદેશ આપ્યા છે.

અમિષા પટેલ (ફાઈલ તસવીર)

અમીષા પટેલ (Ameesha Patel) અભિનેત્રી અમીષા પટેલ અને તેના બિઝનેસ પાર્ટનર કુણાલ ગૂમર સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. રાંચી સિવિલ કોર્ટે અગાઉની સુનાવણીમાં અમીષાની ગેરહાજરીમાં વોરંટ જારી કર્યું હતું. જે બાદ તે શનિવારે રાંચી પહોંચી છે.

બૉલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલે  શનિવારે રાંચી સિવિલ કૉર્ટમાં સરેન્ડર કરી દીધું છે. જેના પછી કૉર્ટે તેને ફરી 21 જૂનના રોજ કૉર્ટ સામે હાજર થવાના આદેશ આપ્યા છે.

ગદર-2ને લઈને હાલ ચર્ચામાં છવાયેલી બૉલિવૂડ અભિનેત્રી અમીષા પટેલે શનિવારે રાંચી સિવિલ કૉર્ટમાં સરેન્ડર કરી દીધું છે. જેના પછી કૉર્ટે તેમને ફરી 21 જૂનના રોજ કૉર્ટ સામે સશરીર હાજર થવાના નિર્દેશ આપ્યા છે. અમીષા વિરુદ્ધ દ્વારા વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઘટના વર્ષ 2017ની છે, જેમાં હરમૂ હાઉસિંગ કૉલોનીમાં એક કાર્યક્રમ દરમિયાન અજય કુમાર સિંહની મુલાકાત અમીષા પટેલ સાથે થઈ હતી. તેમને ફિલ્મમાં પૈસા લગાડવાની ઑફર મળી.

આરોપો પ્રમાણે ફિલ્મ દેસી મેજિક બનાવવાના નામે તેમણે અઢી કરોડ રૂપિયા અમીષા પટેલના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. અજય કુમાર સિંહ લવલી વર્લ્ડ એન્ટરટેઈન્મેન્ટના પ્રૉપરાઈટર છે. ફિલ્મ ન બનવાને અને પૈસા પાછા ન થયા બાદ અજય કુમાર સિંહે નિચલા ન્યાયાલયમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે અમીષા પટેલે તેમની સાથે દગાખોરી કરી છે. ફિલ્મ ન બનતા તેમણે અમીષા પટેલ પાસેથી પૈસા પાછા માગ્યા હતા. અભિનેત્રી તરફથી તેમને ચેક આપવામાં આવ્યો હતો, જે બાઉન્સ થઈ ગયો હતો.

બે બેઇલ બૉન્ડ પર મળ્યા જામીન
અમિષા પટેલે શનિવારે રાંચી સિવિલ કોર્ટના સિવિલ જજ સિનિયર ડિવિઝન ડીએન શુક્લાની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જ્યાંથી તેને 10 હજારના બે જામીન પર જામીન મળ્યા હતા. એપ્રિલમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન, કોર્ટે તેણીને હાજર રહેવા માટે સમન્સ જારી કર્યું હતું, પરંતુ તે સમયે અભિનેત્રી હાજર થઈ ન હતી. આ પછી કોર્ટે વોરંટ જારી કર્યું હતું. રાંચીના અરગોરાના રહેવાસી અજય કુમારે રાંચીની સીજેએમ કોર્ટમાં અમીષા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

શું છે આખી ઘટના
અરગોડા રહેવાસી અજય કુમાર સિંહે આ કેસ 17 નવેમ્બર 2018ના રોજ સીજેએમ કૉર્ટમાં દાખલ કર્યો હતો. આરોપ છે કે મ્યૂઝિક મેકિંગ અને ફિલ્મ મેકિંગના નામે અમીષા પટેલે અજય કુમાર સિંહ પાસેથી અઢી કરોડ રૂપિયા લી લીધા ત્યાર બાદ તેમણે આ દિશામાં કોઈપણ પગલા લીધાં નહીં.

સાથે જ અમીષા પટેલ પર ફિલ્મ `દેસી મેજિક` બનાવવાના નામે અજય સિંહે અઢી કરોડ રૂપિયાની ઠગીનો પણ આરોપ મૂક્યો છે. પેપર્સ પ્રમાણે, જ્યારે ફિલ્મ જૂન 2018માં રિલીઝ ન થઈ તો અજયે પૈસાની માગ કરી.

આરોપ છે કે અમિષા તરફથી સતત વાતને ટાળવામાં આવી. ત્યાર બાદ ઑક્ટોબર 2018માં અજય સિંહને અમિષાએ અઢી કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપ્યા. આ બન્ને ચેક બાઉન્સ થઈ ગયા. ત્યાર બાદ અજય સિંહે અભિનેત્રી અમિષા પટેલ પર કેસ કરી દીધો.

ameesha patel ranchi bollywood news bollywood gossips bollywood entertainment news