05 July, 2023 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રમ ભટ્ટ અને અમીષા પટેલ
અમીષા પટેલનું કહેવું છે કે તેની રિલેશનશિપ તેને તેની કરીઅરમાં ખૂબ જ નડી છે. તેણે હૃતિક રોશન સાથેની ‘કહોના પ્યાર હૈ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ ત્યાર બાદ તે ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ હતી. એ દરમ્યાન તેના રિલેશનને લઈને તે ખૂબ જ ચર્ચામાં હતી. વિક્રમ ભટ્ટ અને લંડન બેઝ્ડ બિઝનેસમૅન કાનવ પુરી આ બે સાથેના તેના રિલેશન જગજાહેર હતા. આ વિશે વાત કરતાં અમીષાએ કહ્યું કે ‘ઇન્ડસ્ટ્રીમાં તમે ઑનેસ્ટ હશો તો એનો સ્વીકાર કોઈ નહીં કરે. હું ખૂબ જ ઑનેસ્ટ છું, કારણ કે મારી લાઇફ બ્લૅક ઍન્ડ વાઇટ છે. તમને એ જ જોવા મળશે જે હું છું. હું જે કરું છું એ ડંકાની ચોટ પર કરું છું. મને લાગે છે કે મારી લાઇફમાં એ જ મને ભારે પડ્યું છે. પબ્લિકમાં મારી જે બે રિલેશનિશપ હતી એ ખૂબ જ ભારે પડી છે. એના કારણે મારી કરીઅર પર એની અસર પડી છે. બાર-તેર વર્ષ સુધી હું કોઈ પણ પુરુષ નહીં જોઈએ એમ કહેતી હતી અને ફક્ત શાંતિ ઇચ્છતી હતી. મને મારી લાઇફમાં બીજું કંઈ નહોતું જોઈતું.’