ગદર 3 બને તો એમાં પોતાની શરતે કામ કરશે અમીષા પટેલ

15 June, 2024 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીક્વલ ‘ગદર 2’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી જે ખૂબ હિટ રહી હતી

અમીષા પટેલ

સની દેઓલની ‘ગદર : એક પ્રેમકથા’ ૨૦૦૧માં રિલીઝ થઈ હતી અને એની સીક્વલ ‘ગદર 2’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી જે ખૂબ હિટ રહી હતી. તારા સિંહના રોલમાં સની દેઓલ અને સકીનાના રોલમાં અમીષા પટેલ ચમકી હતી. હવે એના ત્રીજા પાર્ટ વિશે અમીષાને પૂછવામાં આવ્યું છે. જો ‘ગદર 3’ બને તો એમાં કામ કરવા માટે તેણે શરત મૂકી છે. એ વિશે અમીષા કહે છે, ‘હું એ ફિલ્મમાં કામ કરીશ કે નહીં એની મને જાણ નથી, પણ જો હું ત્રીજા પાર્ટમાં કામ કરીશ તો મારી અમુક શરતો હશે. હું એ ફિલ્મમાં ત્યારે જ કામ કરીશ જ્યારે મારા અને તારાના પાત્રને વધુ સ્ક્રીન-સ્પેસ આપવામાં આવે. ‘ગદર 2’ તેમના દીકરાનાં લગ્ન પર ખતમ થઈ હતી એટલે હું સાસુનો રોલ તો નહીં જ કરું. ન તો ‘ગદર’ની ફ્રૅન્ચાઇઝી માટે કે ન તો અન્ય કોઈ હીરો, ડિરેક્ટર કે પ્રોડ્યુસર માટે.’

ameesha patel gadar 2 sunny deol upcoming movie entertainment news bollywood bollywood news