13 October, 2019 02:51 PM IST | મુંબઈ
અમીષા પટેલ
અઢી કરોડની છેતરપિંડીના આરોપીને લઈને અભિનેત્રી અમીષા પટેલની સામે રાંચીની એક અદાલતે ધરપકડનું વૉરંટ જાહેર કર્યું છે, જેના પર હવે અમીષા પટેલની પ્રતિક્રિયાસામે આવી છે.
અમીષાએ ટ્વિટરના માધ્યમથી પોતાની વાત રાખતા કહ્યું કે મારા ધ્યાનમાં આવ્યું છે, એક વ્યક્તિ ખોટો આરોપ લગાવીને મારું નામ ખરાબ કરવાની અને મારા માન સન્માનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી તેને પ્રસિદ્ધિ મળી શકે.આવી કાર્યવાહીઓનો સાચો જવાબ લીગલ સિસ્ટમના માધ્યમથી આપવામાં આવશે, જેના પર મને સૌથી વધુ ભરોસો છે. મે કેટલાક સમય માટે ચુપ રહેવાનો નિર્ણય કર્યું કર્યો હતો, પરંતુ ચાહકોની ચિંતાને જોતા મે પોતાનો જવાબ લખ્યો છે. એવા લોકો, જે પ્રસિદ્ધી ઈચ્છે છે, તેના માટે મારો જવાબ છે કે તમારું કામ કરો.
જણાવી દઈએ કે નિર્માતા અજય કુમારે અમીષા પર અઢી કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. મામલો લાંબા સમયથી કોર્ટમાં છે. અજયું કહેવું છે કે તેમણે અમીષાની ફિલ્મ દેસી મેજિકમાં રોકાણ કર્યું હતું. પરંતુ ફિલ્મનું શૂટિંગ બંધ થયા બાદ જ્યારે તેમણે અમીષા પાસેથી પૈસા માંગ્યા તો તેણે ટાળી દીધું. અજયને અમીષાએ 3 કરોડ ચેક આપ્યો હતો, જે બાઉન્સ થઈ ગયો હતો. જે બાદ અજયે રાંચીની અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જો કે તે બાદ અમીષાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે કોઈ જવાબ ન આપ્યો.
આ પણ જુઓઃ ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો
અમીષા પટેલ હાલમાં જ બિગ બૉસ 13માં નજર આવી હતી. તેમણે સલમાન ખાનને ઘરની માલકિન તરીકે ઈન્ટ્રોડ્યૂસ કરાવી હતી. તેણે ઘરમાં જઈને ટાસ્ક પણ કરાવ્યા હતા. અમીષા છેલ્લી વાર સિલ્વર સ્ક્રીન પર સની દેઓલ સાથે ભૈયાજી સુપરહિટમાં નજર આવી હતી. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર નહોતી ચાલી. અમીષાની દેસી મેજિક ઘણા સમયથી અટકાયેલી હતી. આ ફિલ્મમાં તે ડબલ કોલમાં છે.