આમાં તો પાંચ તારા સિંહ છે, ૨૦૦૦ કરોડ રૂપિયા પાકા

10 October, 2024 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંઘમ અગેઇનનું ટ્રેલર જોઈને અમીષા પટેલની ભવિષ્યવાણી આપતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે ‘સિંઘમ અગેઇન’નું ટ્રેલર જોયું. જ્યારે ‘ગદર’માં પોતાની સકીનાને લેવા તારા સિંહ ગયા હતા ત્યારે બૉક્સ-ઑફિસ ઉપર આગ લાગી ગઈ હતી.

‘સિંઘમ અગેઇન` ફિલ્મનું પોસ્ટર

૪ મિનિટ ને ૫૮ સેકન્ડના ‘સિંઘમ અગેઇન’ના ટ્રેલરને ફૅન્સ તરફથી મિક્સ રીઍક્શન મળી રહ્યાં છે. અજય દેવગન–કરીના કપૂરની સાથે અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને અર્જુન કપૂરને ચમકાવતી ‘સિંઘમ અગેઇન’ દિવાળી વખતે રિલીઝ થવાની છે પરંતુ એના બૉક્સ-ઑફિસ કલેક્શનને લઈને અમીષા પટેલે ભવિષ્યવાણી કરી દીધી છે.
અમીષા પટેલે ટ્રેલર વિશે રીઍક્શન આપતાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે ‘સિંઘમ અગેઇન’નું ટ્રેલર જોયું. જ્યારે ‘ગદર’માં પોતાની સકીનાને લેવા તારા સિંહ ગયા હતા ત્યારે બૉક્સ-ઑફિસ ઉપર આગ લાગી ગઈ હતી. હવે બાજીરાવ તેની સીતાને લેવા જશે ત્યારે ફરીથી બૉક્સ-ઑફિસ પર ધમાકો થશે. ‘ગદર’માં તો એક તારા-એક સકીના હતાં અને હિન્દી બેલ્ટમાં ૫૦૦ કરોડ પ્લસની કમાણી થઈ હતી. ‘સિંઘમ અગેઇન’માં પાંચ તારા સિંહ છે એટલે ૨૦૦૦ કરોડ તો પાક્કા!’

ameesha patel ajay devgn deepika padukone kareena kapoor arjun kapoor ranveer singh tiger shroff singham upcoming movie movie review box office trailer launch bollywood news bollywood entertainment news