midday

અરમાન મલિકના ભાઈએ પરિવાર સાથે સંબંધો તોડી નાખ્યા કહ્યું "હું ડિપ્રેશનથી..."

21 March, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Amaal Mallik breaks relation with family: આ ગુસ્સામાં લેવાયેલો નિર્ણય નથી પણ મારા જીવનને સુધારવાની જરૂરિયાતમાંથી ઉદ્ભવ્યો છે. હું ભૂતકાળને મારું ભવિષ્ય છીનવી લેવા નહીં દઉં. હું મારું જીવન પ્રામાણિકતા અને શક્તિથી ફરીથી બનાવીશ, માલિકે કહ્યું.
અમાલ મલિક તેના ભાઈ અરમાન મલિક અને આશ્ના શ્રોફના લગ્નમાં (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

અમાલ મલિક તેના ભાઈ અરમાન મલિક અને આશ્ના શ્રોફના લગ્નમાં (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

બૉલિવૂડના પ્રખ્યાત ગાયક અરમાન મલિકનો ભાઈ અમાલ મલિક (Amaal Mallik) પણ તેની જેમ જ એક જાણીતો સિંગર છે. તેણે ખૂબ જ નાની ઉંમરે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. સલમાન ખાનની ફિલ્મ `જય હો` થી તેને મોટો બ્રેક મળ્યો. તેના માતાપિતાના નામ ડબ્બુ મલિક અને જ્યોતિ મલિક છે. ગુરુવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને અમલે બધાને ચોંકાવી દીધા છે. આ પોસ્ટ તેણે તેના માતાપિતા વિરુદ્ધ કરી છે. તેણે એવો પણ ખુલાસો કર્યો છે કે પારિવારિક વિવાદને કારણે તે ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છે અને હવે તેણે તેના પરિવારના સભ્યો સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે.

અમાલ મલિકે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શૅર કરી છે. તેણે લખ્યું, `મેં મારા ભાઈની ગાયકી ક્ષમતા સાથે મળીને xyz ના ભત્રીજા કે દીકરા તરીકે ઓળખાવાની વાર્તા બદલી નાખી છે જે આજે આપણે છીએ!` આ સફર અમારા બન્ને માટે ખૂબ જ સુંદર રહી છે, પરંતુ મારા માતા-પિતાના કાર્યોને કારણે, અમે ભાઈઓ એકબીજાથી ખૂબ દૂર થઈ ગયા છીએ. આ બધાએ મને મારા માટે પગલાં લેવાની ફરજ પાડી છે, કારણ કે તેનાથી મારા હૃદય પર ખૂબ જ ઊંડો ઘા થયો છે.

અમલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, લખ્યું- પ્રેમ અને શાંતિ

તેણે વધુમાં ઉમેર્યું, "પરંતુ આજે હું એવા તબક્કે ઉભો છું જ્યાં મારી શાંતિ છીનવાઈ ગઈ છે. હું ભાવનાત્મક રીતે અને કદાચ આર્થિક રીતે ભાંગી પડ્યો છું, પરંતુ તે મારી સૌથી ઓછી ચિંતા છે. ખરેખર મહત્ત્વનું એ છે કે આ ઘટનાઓના પરિણામે હું ક્લિનિકલી ડિપ્રેસ છું. હા, હું ફક્ત મારી જાતને જ દોષી માનું છું, પરંતુ મારા નજીકના લોકોના કાર્યોથી મારું આત્મસન્માન અસંખ્ય વખત ઓછું થયું છે જેમણે મારા આત્માના ટુકડા ચોરી લીધા છે."

અમલે પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા

ગાયક આગળ લખે છે, `આજે, ભારે હૃદય સાથે, હું જાહેરાત કરું છું કે હું આ અંગત સંબંધોથી દૂર જઈ રહ્યો છું. હવેથી મારા પરિવાર સાથેની મારી વાતચીત સંપૂર્ણપણે વ્યાવસાયિક રહેશે. આ ગુસ્સામાં લેવાયેલો નિર્ણય નથી પણ મારા જીવનને સુધારવાની જરૂરિયાતમાંથી ઉદ્ભવ્યો છે. હું ભૂતકાળને મારું ભવિષ્ય છીનવી લેવા નહીં દઉં. હું મારું જીવન પ્રામાણિકતા અને શક્તિથી ફરીથી બનાવીશ.

અમલના ભાઈના લગ્ન બે મહિના પહેલા થયા હતા

એ વાત જાણીતી છે કે અમલના ભાઈ અરમાન મલિકે આ વર્ષે જાન્યુઆરીમાં આશ્ના શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બન્ને 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

armaan malik bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news