29 March, 2024 06:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન
અલ્લુ અર્જુને ગઈ કાલે દુબઈમાં આવેલા મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં તેના વૅક્સના સ્ટૅચ્યુનું અનાવરણ કર્યું હતું. એ દરમ્યાનનો ફોટો ઍક્સ પર શૅર કરીને અલ્લુએ ટ્વીટ કર્યું હતું કે ‘ખૂબ જ સ્પેશ્યલ દિવસ છે. ૨૦૦૩માં આજે (ગઈ કાલે) મારી પહેલી ફિલ્મ ‘ગંગોત્રી’ રિલીઝ થઈ હતી અને એ જ દિવસે હું દુબઈમાં આવેલા મૅડમ ટુસૉ મ્યુઝિમમાં મારા વૅક્સના સ્ટૅચ્યુને લૉન્ચ કરી રહ્યો છું. મારી ૨૧ વર્ષની આ મુસાફરી ખૂબ યાદગાર રહી છે. મારી આ મુસાફરીમાં હું દરેકનો આભાર માનું છું અને એ પણ ખાસ કરીને મારી ફૅન્સ એવી મારી આર્મીનો. તેમણે મને ખૂબ પ્રેમ અને સપોર્ટ આપ્યો છે. આગામી વર્ષમાં તમને ખૂબ જ ગર્વ થાય એવું કામ કરી શકીશ એવી આશા રાખું છું.’