01 December, 2024 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન દીકરી સાથે
‘પુષ્પા 2 : ધ રૂલ’નું શૂટિંગ પૂરું થયું એની અલ્લુ અર્જુનને એ વાતે રાહત થઈ છે કે હવે તે પોતાની દાઢી કઢાવી શકશે. ‘પુષ્પા’ સિરીઝ માટે અલ્લુએ પાંચ વર્ષ ફાળવ્યાં છે અને દાઢી વધારેલી રાખી છે, પણ હવે તે ક્લીન થવા માટે આતુર છે. એનું કારણ એ છે કે દાઢીને લીધે તેની દીકરી તેની નજીક નથી આવતી અને તે તેને પપ્પી નથી આપી શકતો. મુંબઈમાં મીડિયા સાથે વાત કરતી વખતે અલ્લુ અર્જુને કહ્યું હતું કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં હું મારી દીકરીને બરાબર પપ્પી પણ નથી આપી શક્યો.