પહેલી ફિલ્મ હિટ થયા પછી પણ બેકાર હતો અલ્લુ અર્જુન

26 November, 2024 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૨ વર્ષના અલ્લુ અર્જુને ૨૦૦૩માં ફિલ્મ ‘ગંગોત્રી’થી તેલુગુ ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો હતો

અલ્લુ અર્જુન

‘પુષ્પા 2 : ધ રૂલ’ માટે ૩૦૦ કરોડ રૂપિયા લઈને દેશના સૌથી મોંઘા સ્ટાર બની ગયેલા અલ્લુ અર્જુનને એક સમયે કોઈ ફિલ્મ ઑફર નહોતું કરતું. અલ્લુ અર્જુને હાલમાં પોતે આ વાત કહી છે.

૪૨ વર્ષના અલ્લુ અર્જુને ૨૦૦૩માં ફિલ્મ ‘ગંગોત્રી’થી તેલુગુ ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો હતો. એ ફિલ્મ હિટ ગઈ હતી, પણ અલ્લુ અર્જુનના કહેવા મુજબ એનો તેને કોઈ ફાયદો નહોતો થયો અને કોઈ તેને કામ આપવા તૈયાર નહોતું. એક વર્ષ પછી ડિરેક્ટર સુકુમારે તેને ‘આર્ય’ ઑફર કરી. અલ્લુ અર્જુનની આ બીજી ફિલ્મ હતી અને સુકુમારની પહેલી. આ ફિલ્મ હિટ થઈ અને બન્નેનું ભાગ્ય પલટાયું. ૨૦૦૯માં તેઓ ‘આર્ય 2’ માટે પાછા ભેગા થયા હતા. ત્યાર બાદ ૨૦૨૧માં અલ્લુ અર્જુને અને સુકુમારે સાથે મળીને ‘પુષ્પા’ આપી અને હવે તેઓ ‘પુષ્પા 2 : ધ રૂલ’ લઈને આવી રહ્યા છે.

allu arjun pushpa entertainment news bollywood bollywood news