અલ્લુ અર્જુને પોલીસ-સ્ટેશનમાં હાજરી આપી, પણ હૉસ્પિટલ જવાનું ટાળ્યું

06 January, 2025 09:01 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

અલ્લુ અર્જુને ગઈ કાલે તેને મળેલા જામીનની શરત મુજબ હૈદરાબાદના સંધ્યા થિયેટર વિસ્તારના પોલીસ-સ્ટેશનમાં હાજરી આપી હતી

અલ્લુ અર્જુને ગઈ કાલે હૈદરાબાદના સંધ્યા થિયેટર વિસ્તારના પોલીસ-સ્ટેશનમાં હાજરી આપી હતી

અલ્લુ અર્જુને ગઈ કાલે તેને મળેલા જામીનની શરત મુજબ હૈદરાબાદના સંધ્યા થિયેટર વિસ્તારના પોલીસ-સ્ટેશનમાં હાજરી આપી હતી. આ થિયેટરની બહાર થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારી મહિલાનો દીકરો હૉસ્પિટલમાં ઍડ‍્મિટ છે. અલ્લુ અર્જુન તેને મળવા જવાનો હતો, પણ તેની લીગલ ટીમની સલાહને પગલે તેણે માંડી વાળ્યું હતું.

allu arjun hyderabad pushpa bollywood bollywood news entertainment news bollywood events