અલ્લુ અર્જુને કર્યું કન્ફર્મ, પુષ્પા 2 આવશે ૬ ડિસેમ્બરે

23 August, 2024 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ ‘પુષ્પા 2 : ધ રૂલ’ને પંદરમી ઑગસ્ટે રિલીઝ કરવાની હતી, પરંતુ ફિલ્મમાં થોડું કામ બાકી હોવાથી એને પોસ્ટપોન કરવામાં આવી હતી

ફિલ્મનું પોસ્ટર

અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ની તેના ફૅન્સ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ ‘પુષ્પા 2 : ધ રૂલ’ને પંદરમી ઑગસ્ટે રિલીઝ કરવાની હતી, પરંતુ ફિલ્મમાં થોડું કામ બાકી હોવાથી એને પોસ્ટપોન કરવામાં આવી હતી. હવે ફિલ્મને ૬ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે એ વાત પર અલ્લુ અર્જુને મહોર લગાવી છે. ૨૦૨૧માં આવેલી ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’એ લોકોને ઘેલું લગાવ્યું હતું. ફિલ્મનાં ડાયલૉગ્સ, ગીત અને ડાન્સ-સ્ટેપ્સ ખૂબ હિટ થયાં હતાં. એને જોતાં એના બીજા પાર્ટને લઈને લોકોમાં ગજબનો ઉત્સાહ છે. ફિલ્મ વિશે વધુ માહિતી આપતાં અલ્લુ અર્જુન કહે છે, ‘તમને એ લાગણીનો અહેસાસ થાય છે જ્યારે તમે જુઓ છો કે ફિલ્મ કેવી બની છે. તમને આત્મવિશ્વાસ આવે છે. મને ખબર નથી કે આને કૉન્ફિડન્સ કહું? પરંતુ જે રીતે ફિલ્મ બની છે તમને એ જરૂર ગમશે. હું વધારે કાંઈ નહીં કહું. ૬ ડિસેમ્બરે હું આવું છું. એમાં કોઈ બદલાવ નહીં આવે. એ તારીખ ફિક્સ છે.’

૬ ડિસેમ્બરે આ ફિલ્મ અનેક ભાષાઓમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ પણ જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર સુકુમાર કહે છે, ‘શરૂઆતમાં અમને એવું લાગતું હતું કે અમે ‘પુષ્પા’ અમારા માટે બનાવીએ છીએ. જોકે આ તો લોકો માટે છે. ફૅન્સને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે અમે સખત મહેનત કરી રહ્યા છીએ. થોડા સીન્સ છે, જેને સમય લાગી રહ્યો છે. ક્વૉલિટીને લઈને અમે કોઈ સમાધાન નથી કરવા માગતા. અલ્લુ અર્જુનનો પર્ફોર્મન્સ અને ફિલ્મ અદ્ભુત રહેશે.’

pushpa allu arjun upcoming movie entertainment news bollywood bollywood news