૩૦૦ કરોડ રૂપિયા એક ફિલ્મના

16 November, 2024 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનો સૌથી મોંઘો સ્ટાર બની ગયો અલ્લુ અર્જુન : પુષ્પા 2 : ધ રૂલ માટે આટલા રૂપિયા લીધા છે એના હીરોએ

પુષ્પા 2: ધ રૂલ ફિમ્લનું પોસ્ટર

આખો દેશ જેની ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યો છે એ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ માટે એના હીરા અલ્લુ અર્જુને ૩૦૦ કરોડ રૂપિયાની ફી લીધી છે એવું જાણવા મળ્યું છે. આ વાત સાચી હોય તો અલ્લુ અર્જુન ભારતનો સૌથી મોંઘો ઍક્ટર કહેવાય. તામિલ ફિલ્મોનો સુપરસ્ટાર થલપતિ વિજય, તેલગુ ફિલ્મનો સુપરસ્ટાર પ્રભાસ અને બૉલીવુડનો બાદશાહ શાહરુખ ખાન પણ પાછળ રહી જાય એટલા પૈસા એક ફિલ્મ માટે અલ્લુ અર્જુનને ‘પુષ્પા: ધ રાઇઝ’ની સફળતાને પગલે મળ્યા છે.

‘પુષ્પા: ધ રાઇઝ’ ૨૦૨૧માં રિલીઝ થઈ હતી. મૂળ તેલુગુ ફિલ્મ હતી, પણ ઘણી ભાષામાં ડબ થઈ હતી અને બધી ભાષામાં સુપરડુપર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે જગતભરમાં ૩૫૦ કરોડ રૂપિયાનો ‌બિઝનેસ કર્યો હતો, પણ હવે એની જ સીક્વલ માટે એકલો અલ્લુ અર્જુન ૩૦૦ કરોડ રૂપિયા લઈ ગયો છે. બહુ ઓછી ફિલ્મો હોય છે જે આટલો બિઝનેસ કરી શકે છે, જ્યારે અહીં તો એ ફિલ્મની વાત છે જેણે થિયેટ્રિકલ, સૅટેલાઇટ, ડિજિટલ, મ્યુઝિકલ એમ જુદા-જુદા રાઇટ‍્સ દ્વારા રિલીઝ પેહલાં જ ૧૦૦૦ + કરોડ રૂપિયા રળી લીધા છે. ફિલ્મ પાંચમી ડિસેમ્બરે રિલીઝ થાય છે ત્યારે બૉક્સ-ઑફિસ પર એ કેવી નીવડે છે એ હવે જોવું રહ્યું.

allu arjun pushpa bollywood news bollywood upcoming movie indian cinema entertainment news