midday

બિહારીઓ બેકાબૂ: પુષ્પા 2 : ધ રૂલના ટ્રેલર-લૉન્ચમાં બે લાખ લોકો ઊમટ્યા

18 November, 2024 09:48 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બિહારના પટનાના ગાંધી મેદાનમાં ‘પુષ્પા 2: ધ રૂલ’ના ટ્રેલર લૉન્ચમાં કલ્પનાની બહાર બે લાખથી વધારે ચાહકો અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની એક ઝલક જોવા માટે ઊમટી પડ્યા હતા
પુષ્પા 2 : ધ રૂલના ટ્રેલર-લૉન્ચમાં બે લાખ લોકો ઊમટ્યા

પુષ્પા 2 : ધ રૂલના ટ્રેલર-લૉન્ચમાં બે લાખ લોકો ઊમટ્યા

ગઈ કાલે બિહારના પટનાના ગાંધી મેદાનમાં ‘પુષ્પા 2: ધ રૂલ’ના ટ્રેલર લૉન્ચમાં કલ્પનાની બહાર બે લાખથી વધારે ચાહકો અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની એક ઝલક જોવા માટે ઊમટી પડ્યા હતા. જોકે ક્રાઉડ બેકાબૂ થઈ જતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આને લીધે ભડકેલા ચાહકોએ ઈંટનો મારો કર્યો હતો અને ચંપલ પણ ફેંક્યાં હતાં. ફિલ્મનાં બન્ને સ્ટાર ગ્રાઉન્ડમાં પહોંચ્યાં ત્યારે લોકો તેમની પાછળ દોડતા જોવા મળ્યા હતા. અલ્લુએ બિહારના લોકોને નમસ્તે કહીને સંબોધનની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે કહ્યું કે ‘પુષ્પા કભી ઝુકતા નહીં, પર આજ આપ લોગોં કે પ્યાર કે સામને ઝુકેગા’. આટલું બોલીને તેણે કહ્યું કે ‘મારી હિન્દી સારી ન હોવાથી મને માફ કરજો. માફ કરશોને?’

Whatsapp-channel
allu arjun rashmika mandanna pushpa trailer launch bihar patna bollywood news bollywood entertainment news upcoming movie