આલિયા ભટ્ટની જિગરાની પ્રેરણા છે સંજય દત્ત-શ્રીદેવીની ગુમરાહ

10 September, 2024 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘જિગરાનું’ ટ્રેલર રવિવારે લૉન્ચ કરવામાં આ‍વ્યું હતું

‘જિગરા’

પોતાના ભાઈને જેલમાંથી છોડાવવા જીવસટોસટની બાજી લગાડી દેતી છોકરીની કથા કહેતી આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘જિગરા’ બૉલીવુડની જ ફિલ્મ ‘ગુમરાહ’ પરથી બનાવવામાં આવી છે. ‘જિગરાનું’ ટ્રેલર રવિવારે લૉન્ચ કરવામાં આ‍વ્યું હતું અને એમાં આલિયા ભટ્ટનો પર્ફોર્મન્સ જોઈને બધા તેના પર ઓવારી ગયા છે.

આલિયા ભટ્ટે ‘જિગરા’ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે અને નવાઈની વાત એ છે કે ધર્મા પ્રોડક્શન્સની જ ફિલ્મ ‘ગુમરાહ’ પરથી ‘જિગરા’ પ્રેરિત છે. ૧૯૯૩માં આવેલી ‘ગુમરાહ’માં સંજય દત્ત અને શ્રીદેવી મુખ્ય ભૂમિકાઓમાં હતાં. એમાં એવા એક પ્રેમીની વાત હતી જે વિદેશની જેલમાં બંધ પોતાની પ્રેમિકાને છોડાવવા કોઈ પણ હદે જવા તૈયાર હોય. ‘જિગરા’માં આ જ કથાવસ્તુ રાખીને પોતાના ભાઈને જેલમાંથી છોડાવવા એક બહેન શું-શું કરી છૂટે છે એ દેખાડવામાં આ‍વ્યું છે. ‘જિગરા’ આવતા મહિને દશેરાના એક દિવસ પહેલાં ૧૧ ઑક્ટોબરે 
રિલીઝ થશે.

bollywood gossips bollywood news bollywood entertainment news alia bhatt sanjay dutt