09 May, 2023 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટે જણાવ્યું છે કે તેના હસબન્ડ રણબીર કપૂરને તેની એક બાબત પસંદ નથી. ગયા વર્ષે એપ્રિલમાં લગ્ન કર્યા બાદ બન્ને ૬ નવેમ્બરે એક દીકરીના પેરન્ટ્સ બની ગયા છે. તેનું નામ રાહા રાખવામાં આવ્યું છે. આલિયાએ તો એમ પણ કહ્યું હતું કે જ્યારે રણબીર ઘરમાં હોય તો તેને તેની દીકરીને હાથ લગાવવા પણ નથી મળતો. આલિયાને પૂછવામાં આવ્યું હતું કે રણબીરની કઈ વાત પર તેને ઈર્ષા આવે છે? એનો જવાબ આપતાં આલિયાએ કહ્યું કે ‘મારા હસબન્ડના સંત જેવા દિમાગની મને ઈર્ષા આવે છે. હું પણ તેના જેવું શાંત દિમાગ મેળવવા માગું છું.’
સાથે જ તેને પૂછવામાં આવ્યું કે કઈ વાત પર રણબીર ગુસ્સે થાય છે? એનો જવાબ આપતાં આલિયાએ કહ્યું કે ‘હું જ્યારે કંઈ કરવામાં નિષ્ફળ રહું ત્યારે મને તરત ગુસ્સો આવી જાય છે. મારે મારા ગુસ્સા પર કાબૂ મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે, કારણ કે મારો અવાજ જ્યારે ઊંચો થાય તો એ મારા હસબન્ડને પસંદ નથી. તેનું માનવું એવું છે કે એ અયોગ્ય કહેવાય અને જો તમે નાખુશ હો તો પણ તમારે શાંત રહેવું ખૂબ જરૂરી છે.’