‘ક્રૂ’ પર ફિદા આલિયા ભટ્ટ

01 April, 2024 06:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, તબુ અને ક્રિતી સૅનન લીડ રોલમાં છે.

અલિયા ભટ્ટ

આલિયા ભટ્ટને શુક્રવારે રિલીઝ થયેલી ‘ક્રૂ’ ખૂબ પસંદ પડી છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, તબુ અને ક્રિતી સૅનન લીડ રોલમાં છે. આ ત્રણેય ઍર-હૉસ્ટેસના રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મને રિયા કપૂર અને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં ઍરલાઇન ઇન્ડસ્ટ્રીની સ્ટ્રગલને દેખાડવામાં આવી છે. આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી, ‘આ ‘ક્રૂ’એ તો બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી છે. ઑફ-કૅમેરા અને ઑન-કૅમેરા અદ્ભુત એવી રિયા કપૂર, એકતા કપૂર, કરીના કપૂર ખાન, તબુ અને ક્રિતી સૅનનને કૉન્ગ્રેચ્યુલેશન્સ.’

entertainment news bollywood buzz bollywood news bollywood alia bhatt