09 July, 2024 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ખન્ના
રણવીર સિંહની ‘ધુરંધર’માં હવે અક્ષય ખન્નાની પણ એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં રણવીરની સાથે સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ પણ કામ કરી રહ્યા છે. આદિત્ય ધર દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરી એક મિશનની છે જેમાં રણવીર એક ઇન્ટેલિજન્સ ઑફિસરનું પાત્ર ભજવી રહ્યો છે. મોટા ભાગનું શૂટિંગ વિદેશમાં કરવામાં આવશે અને હાલમાં એ માટે પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે. ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બાદ આદિત્ય ધર ‘ધુરંધર’ને ડિરેક્ટ કરી રહ્યો છે. જોકે તેની પ્રોડ્યુસર તરીકેની ‘આર્ટિકલ 370’ને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની પત્ની યામી ગૌતમ લીડ રોલમાં હતી. આ ફિલ્મને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હોવાથી ‘ધુરંધર’ પર હવે સૌની નજર છે.