11 February, 2021 01:55 PM IST | Mumbai | Agencies
હૉરર કોલ્ડનું શૂટિંગ શરૂ કર્યું અક્ષય ઑબેરૉયે
અક્ષય ઑબેરૉયે હૉરર ફિલ્મ ‘કોલ્ડ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અક્ષય સાથે એમાં અનિશા પાહુજા પણ જોવા મળશે. ફિલ્મને મહેશ ભટ્ટે પ્રોડ્યુસ કરી છે અને વિક્રમ ભટ્ટે ડિરેક્ટ કરી છે. અક્ષયે આ અગાઉ હૉરર ફિલ્મ ‘પીત્ઝા’માં પણ કામ કર્યું હતું. ફિલ્મની સ્ટોરી એક મહિલાની રહેશે, જે જણાવે છે કે કઈ રીતે તે એકલી મોટા શહેરમાં રહી હતી અને તેને એ દરમ્યાન કેવા ભયાવહ અનુભવો થયા હતા. ‘કોલ્ડ’ વિશે અક્ષય ઑબેરૉયે કહ્યું હતું કે ‘વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે તેઓ પોતાની જાતમાં પરિવર્તન કરીને સૌથી ભયાનક ફિલ્મ બનાવવા માગે છે એ બાબતે મને વધુ એક્સાઇટેડ કર્યો હતો. મેં તરત જ આ ફિલ્મ માટે હા પાડી હતી, કારણ કે મારે એવા સફળ ડિરેક્ટર્સ સાથે કામ કરવું હતું જે પોતાની જાતમાં પરિવર્તન લાવવા માગે છે. આ વર્ષની શરૂઆત મારા માટે સારી રીતે થઈ છે. આ બધામાં તો વિક્રમ સર આ ફિલ્મને ડિરેક્ટ કરશે એ વસ્તુ મને વધુ એક્સાઇટ કરે છે. મને પૂરી ખાતરી છે કે દર્શકો પણ આ ફિલ્મને એન્જૉય કરશે.’