10 June, 2023 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર, સની દેઓલ અને રણબીર કપૂર
અક્ષયકુમારની ‘ઓહ માય ગૉડ 2’ને અગિયારમી ઑગસ્ટે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને લઈને હવે એ દિવસે બૉક્સ-ઑફિસ પર ત્રણ મોટી ફિલ્મોની ટક્કર થવા જઈ રહી છે. રણબીર કપૂરની ‘ઍનિમલ’ અને સની દેઓલની ‘ગદર 2’ એ દિવસે રિલીઝ થવાની જાહેરાત પહેલેથી કરવામાં આવી હતી. હવે આ દિવસે અક્ષયકુમારની વધુ એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની જાહેરાત ગઈ કાલે જ કરવામાં આવી હતી. અક્ષયકુમારે તેનો ફોટો પણ શૅર કર્યો છે. આ ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી જોવા મળી રહ્યો છે. ‘ગદર’ જ્યારે રિલીઝ થઈ ત્યારે એની સાથે આમિર ખાનની ‘લગાન’ની ટક્કર થઈ હતી. હવે સીક્વલ સાથે અક્ષયકુમાર અને રણબીરની ટક્કર થવાની છે.