ઈશ્વર નહીં પણ હવે અક્ષય એમનો દૂત

02 August, 2023 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સહિતના ૨૭ કટ કર્યા બાદ પણ મળ્યું ઍડલ્ટ સર્ટિફિકેટ અને મેકર્સ પાસે એને માન્યા સિવાય છૂટકો નથી

અક્ષયકુમાર

અક્ષયકુમારની ફિલ્મ ‘ઓહ માય ગૉડ 2’ને ૨૭ કટ સૂચવતાની સાથે ઍડલ્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧૧ ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે અને એના સર્ટિફિકેટને લઈને ઘણી ચર્ચા ચાલી રહી હતી. આ ફિલ્મ સેક્સ એજ્યુકેશન પર આધારિત છે અને એથી જ એને ઍડલ્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જોકે સેન્સરબોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા ૨૭ કટમાં જાહેર જગ્યાના નામને પણ બદલવાનું કહેવામાં આવ્યું છે જેમાં ઉજ્જૈનનો પણ સમાવેશ છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર ભગવાન શંકરનું પાત્ર ભજવી રહ્યો હતો, પરંતુ હવે તે ભગવાનના મેસેન્જરનું પાત્ર ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં ફ્રન્ટલ ન્યુડિટીનું એક દૃશ્ય છે એને કાઢીને એની જગ્યાએ નાગા સાધુ દેખાડવામાં આવશે. આ ફિલ્મમાં એક ડાયલૉગ છે, જ્યાં મંદિરમાં અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે, ‘મહિલાએં નહીં દેખ સકતી’ એને બદલીને ‘ઓ લાલ શર્ટવાલે ભૈયા, બાબા કા ધ્યાન કરતે રહે’ કરવામાં આવ્યું છે. સ્કૂલનું નામ બદલીને સૂર્યોદય કરવામાં આવ્યું છે. ‘વહાં મદિરા ચડે હૈ’ ડાયલૉગમાં બદલાવ કરવામાં આવ્યો છે અને આલ્કોહૉલનું રેફરન્સ કાઢી નાખવામાં આવ્યું છે. હાઇ કોર્ટને લઈને એક ડાયલૉગ છે એ પણ અપમાનજનક હોવાનું કહીને એને કાઢી નાખવામાં આવ્યો છે. આ સાથે જ ફિલ્મમાં કૉન્ડમનું એક પોસ્ટર છે એને પણ કાઢી નાખવામાં આવ્યું છે. એક રેટ પૉઇઝનની બૉટલ પરથી રેટ શબ્દ પણ કાઢી નાખવામાં આવ્યો છે. શિવલિંગ, શ્રી ભગવદ્ગીતા, ઉપનિષદ, અથર્વવેદ, દ્રૌપદી, પાંડવ, કૃષ્ણ, ગોપિયાં અને રાસલીલાનો રેફરન્સ છે એ ડાયલૉગને બદલી નાખવામાં આવ્યો છે. અક્ષયકુમાર રેલવે યાર્ડમાં જે મેડિટેશન અને સ્નાન કરી રહ્યો છે એને પણ રિપ્લેસ કરવાનું સજેસ્ટ કરવામાં આવ્યું છે. એક દૃશ્યમાં તે ડ્રન્ક હોવાનું પણ દેખાડવામાં આવ્યું છે અને એને પણ મૉડિફાય કરવાનું સજેસ્ટ કરવામાં આવ્યું છે. ‘બડે બાલ દેખ કર’, ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘હમારા દેશ... પીછે નહીં હૈ’ અને ‘સ્ત્રી કી યોનિ’ જેવા ડાયલૉગને મૉડિફાય કરવામાં આવ્યા છે. ‘સ્ત્રી કી યોનિ’ ડાયલૉગ દરમ્યાન જે વલ્ગર જેસ્ચરનો સમાવેશ કરવામાં આવ્યો હતો એને પણ કાઢી નાખવામાં આવ્યો છે. પંકજ ત્રિપાઠી સેક્સ વર્કરને અનનૅચરલ સેક્સ વિશે સવાલ કરે છે અને એ દરમ્યાન જે વિઝ્‍યુઅલ દેખાડવામાં આવે છે એને પણ મૉડિફાય કરવામાં આવશે. મૅસ્ટરબેશનના ડાયલૉગમાં જે જગ્યાએ હરામ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ બદલીને પાપ કરવામાં આવશે. કોર્ટના કમ્પાઉન્ડમાં જજ સેલ્ફી લઈ રહ્યો છે એ દૃશ્યને પણ મૉડિફાય કરવામાં આવશે. નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખતાં ફિલ્મમાં એક છોકરાનું સેક્સ્યુઅલ ઍક્ટનાં દૃશ્ય છે જે વિડિયો વાઇરલ થયો હોય છે એ દૃશ્યને પણ કાઢી નાખવામાં આવ્યું છે. આ ફિલ્મ ઉજ્જૈનમાં બેઝ્‍ડ હતી, પરંતુ હવે એને એક ફિક્શનલ જગ્યાની દેખાડવામાં આવશે. આ સાથે જ કેટલાક લોકોની પોઝિશન અને ઓળખને પણ કાઢી નાખવામાં આવે એવું સૂચન કરવામાં આવ્યું છે. સેક્સ્યુઅલ ઍક્ટ્સ માટેના જે આંકડા અને ફૅક્ટ દેખાડવામાં આવ્યા છે એ માટેનું ડૉક્યુમેન્ટરી પ્રૂફ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ તમામ કટ બાદ ફિલ્મને ૧૩ મિનિટ ટૂંકી કરવામાં આવી છે. આ ફિલ્મના સર્ટિફિકેટ પર એ બે કલાક ૩૬ મિનિટ લાંબી છે.

akshay kumar bollywood news bollywood gossips bollywood entertainment news