ટોટલ ટાઈમપાસ : અક્ષયકુમારની ઝલક મેળવવા ઊમટ્યા ફૅન્સ, ફોટો ક્લિક કરીને આપ્યા ઑટોગ્રાફ

12 May, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમારે એ બધા ફૅન્સ સાથે ગ્રુપ-ફોટો ક્લિક કર્યો હતો

અક્ષય કુમાર

અક્ષયકુમાર હાલમાં રાજસ્થાનના અજમેરમાં ફિલ્મ ‘જૉલી LLB 3’નું શૂટિંગ કરી રહ્યો છે. એથી તેને જોવા માટે તેના ફૅન્સ સેટ પર ધસી આવ્યા હતા. શૂટિંગની વચ્ચે અક્ષયકુમારે તેના ફૅન્સને નારાજ કર્યા નહીં. અક્ષયકુમારે એ બધા ફૅન્સ સાથે ગ્રુપ-ફોટો ક્લિક કર્યો હતો. સેટ પરના કેટલાક ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. એમાં તેઓને ઑટોગ્રાફ આપતો ફોટો પણ વાઇરલ થયો છે. 

પાપારાઝી સાથે મસ્તીના મૂડમાં હતી તાપસી પન્નુ

તાપસી પન્નુ ગઈ કાલે ફોટોગ્રાફર્સ સાથે હળવી મસ્તીના મૂડમાં જોવા મળી હતી. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં જોવા મળે છે કે તાપસીને જોતાં જ ફોટોગ્રાફર્સ તેને ફોટો માટે રિક્વેસ્ટ કરી રહ્યા છે. એ વિડિયોમાં ફોટોગ્રાફર્સ કહે છે, ‘તાપસીજી રુકો, તાપસીજી રુકો...’ તેમને જવાબ આપતાં તાપસી કહે છે, ‘આપ ક્યા પાર્ટી દે રહે હો.’ ફોટોગ્રાફર્સ કહે છે, ‘પાર્ટી તો તમે આપશો, કેમ કે તમે નવી ગાડી લીધી છે.’ એની સાથોસાથ લગ્ન માટે તેઓ તાપસીને કૉન્ગ્રેચ્યુલેશન્સ કહે છે. 

akshay kumar taapsee pannu bollywood buzz bollywood news bollywood entertainment news