02 December, 2022 05:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષયકુમારની ઇચ્છા છે કે તે આજીવન સ્વસ્થ રહે. અક્ષયકુમાર ફિટનેસમાં ખૂબ માને છે અને લોકોને પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા કહે છે. તેણે એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેના હાથમાં ‘ફિટ ઍટ ઍની એજ’ નામની એક બુક છે. બુકને તે ખૂબ ધ્યાનથી વાંચી રહ્યો છે. આ બુક ભૂતપૂર્વ ઍર માર્શલ પી. વી. અય્યરની છે. એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘લાઇફમાં જો મારી પાસે એક આશીર્વાદ માગવાના હોય તો હું માગીશ કે કોઈ પણ ઉંમરે હું ફિટ રહી શકું. ભૂતપૂર્વ ઍર માર્શલ પી. વી. અય્યરની બુકનું પણ આ ટાઇટલ છે. ૯૨ વર્ષની ઉંમરે તેઓ પ્રેરણા આપી રહ્યા છે. સર, આશા છે કે તમારી આ બુકમાંથી મને ઘણુંબધું શીખવા મળે.’