24 May, 2023 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષયકુમાર ગઈ કાલે ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથનાં દર્શને ગયો હતો. તેનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે મંદિરની બહાર આવતો જોવા મળી રહ્યો છે અને ત્યાર બાદ તે તેના ચાહકોનું અભિવાદન કરતો જોવા મળી રહ્યો છે. અક્ષયકુમાર ત્યાં ઘણીબધી સિક્યૉરિટીની સાથે ગયો હતો. આ વિડિયો શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘જય બાબા ભોલેનાથ.’