તેલુગુ ફિલ્મમાં અક્ષય કુમારનો અનોખો મહાદેવ અવતાર

21 January, 2025 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોહનબાબુ નિર્મિત ‘કન્નપ્પા’માં લીડ રોલ વિષ્ણુ મંચુ નિભાવી રહ્યો છે.

ફિલ્મનું પોસ્ટર

અક્ષય કુમાર ૨૦૨૫ની પોતાની પહેલી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ પહેલાં અક્ષય કુમારે તેના ચાહકોને મોટી સરપ્રાઇઝ આપી છે. તેણે પોતાની તેલુગુ ફિલ્મ ‘કન્નપ્પા’નો પોતાનો લુક રિલીઝ કર્યો છે, જેમાં તે મહાદેવના અવતારમાં જોવા મળશે. મોહનબાબુ નિર્મિત ‘કન્નપ્પા’માં લીડ રોલ વિષ્ણુ મંચુ નિભાવી રહ્યો છે. ભગવાન શિવ પર આધારિત આ પૌરાણિક ફિલ્મમાં પ્રભાસ, અક્ષય કુમાર, મોહનલાલ, શરથકુમાર, મધુ, મોહનબાબુ, કાજલ અગરવાલ જેવા સિતારાઓ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૫ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે.

akshay kumar bollywood buzz bollywood gossips bollywood entertainment news