06 February, 2023 07:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષય કુમાર (ફાઇલ તસવીર)
બૉલિવૂડ એક્ટર અક્ષય કુમાર ભારતના મેપ પર ચાલવાને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. એક્ટરે તાજેતરમાં જ નૉર્થ અમેરિકાની ટૂરનો પ્રમોશનલ વીડિયો શૅર કર્યો છે. વીડિયો જોયા બાદ યૂઝર્સે એક્ટરનો ક્લાસ લઈ લીધો છે.
બૉલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) ટૂંક સમયમાં જ નૉર્થ અમેરિકા ટૂર પર જવાનો છે. ટૂર પર જતા પહેલા જ ખેલાડી કુમાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. ફરી એકવાર યૂઝર્સ અક્ષયને કેનેડિયન એક્ટર બોલાવી રહ્યા છે. ઘણીવાર તેની સિટીઝનશિપને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. એક્ટરે પોતાના ટૂરના પ્રમોશનલ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો છે. આ ક્લિપમાં અક્ષય કુમાર સાથે દિશા પટાણી, મૌની રૉય, સોનમ બાજવા જોવા મળી રહી છે. વીડિયોમાં સિતારા ગ્લોબ પર ચાલતો જોવા મળી રહ્યો છે. ટ્વિટર પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારે ભારતના નકશા પર પગ મૂક્યો છે. આ કારણે એક્ટરને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરતાં લખ્યું, એન્ટરટેઈન્મેન્ટ હશે 100 ટકા. શુદ્ધ દેશી એન્ટરટેઈન્મેન્ટ સીધું નૉર્થ અમેરિકામાં. પોતાની ખુરશીની પેટી બાંધી લો. અમે માર્ચમાં આવી રહ્યા છીએ.
સોશિયલ મીડિયા પર અક્ષયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર યૂઝર્સે લખ્યું, કેનેડિયન એક્ટર ભારતીય મેપ પર ચાલી રહ્યો છે. ભારતીયોનું અપમાન છે. તમને 150 કરોડ ભારતીયોની આ શરમજનક હરકત માટે માફી માગવી જોઈએ. બીજા યૂઝરે લખ્યું, ભાઈ થોડી તો રિસ્પેક્ટ કરી લો, અમારા ભારતની. ટ્વિટર પર લોકો અક્ષયને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. અનેક યૂઝર્સે અક્ષય કુમારને કેનેડિયન કુમાર કહ્યો છે.
આ પણ વાંચો : કોસ્ટલ રોડનું નામ લતા દીદીના નામે રાખવાની મંગેશકર પરિવારે કરી માગ
અક્ષયને તેમની સિટીઝનશિપને લઈને ઘણીવાર ટ્રોલ કરવામાં આવે છે. એક્ટર અનેક વાર કહી ચૂક્યો છે કે તે મનથી ભારતીય છે. કેનેડાનું પાસપૉર્ટ મળ્યાના 9 વર્ષ પછી પણ હું ભારતમાં રહું છું. તેમણે કહ્યું હતું કે જ્યારે મારી ફિલ્મો નહોતી ચાલતી ત્યારે મેં કેનેડાનો પાસપૉકક્ટ બનાવડાવ્યો હતો.