12 July, 2024 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષય કુમારની ફાઇલ તસવીર
Akshay Kumar Tests Positive for Coronavirus: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો ભાગ નહીં બને. ખરેખર, `સરફિરા`ના પ્રમોશન દરમિયાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેણે પોતાને આઈસોલેટ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે, માત્ર અક્ષય કુમાર જ નહીં, `સરફિરા`ની ટીમના કેટલાક અન્ય લોકોનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.
આ રીતે અક્ષય કુમારને કોરોનાનો ચેપ લાગ્યો
`સરફિરા`ના પ્રોડક્શન હાઉસની નજીકના એક સૂત્રએ એચટી સિટીને આ માહિતી આપી છે. સૂત્રએ કહ્યું છે કે, “અક્ષય કુમાર તેની ફિલ્મ ‘સરફિરા’નું પ્રમોશન કરી રહ્યો હતો. પ્રમોશન સમયે તેમની તબિયત બગડવા લાગી હતી. પછી તેને માહિતી મળી કે પ્રમોશન ટીમના કેટલાક ક્રૂ મેમ્બર કોવિડ પોઝિટિવ મળ્યા છે. આ માહિતી મળ્યા બાદ તેમણે તેમનો કોવિડ ટેસ્ટ કરાવ્યો અને શુક્રવારે સવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અક્ષય કુમારે પોતાને અલગ કર્યા
હિન્દુસ્તાન લાઇવે સુત્રોને ટાંકીને વધુમાં કહ્યું છે કે, “પોઝિટિવ ટેસ્ટને કારણે, અભિનેતા ન તો `સરાફિરા`ને પ્રમોટ કરશે અને ન તો અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપશે.” સૂત્રોએ એમ પણ કહ્યું કે, “અક્ષય, એક જવાબદાર વ્યક્તિ હોવાને કારણે, તેણે તરત જ પોતાને અલગ કરી લીધો હતો અને તે હજી પણ ક્વોરેન્ટાઇન છે.”
અક્ષયની આ ફિલ્મ આજે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ
જે ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારને કોરોનાનો ચેપ લાગ્યો હતો તે ફિલ્મ આજે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નામ `સરાફિરા` છે અને આ ફિલ્મમાં અક્ષય સાથે રાધિકા મદન છે. આ ફિલ્મ સાઉથની `સૂરરાય પોત્રુ`ની રિમેક છે.
સરફિરાના ક્લાઇમૅક્સ માટે પોતાનો કયો નિયમ તોડ્યો અક્ષયકુમારે
અક્ષયકુમારની શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ ‘સરફિરા’ના એક સીન માટે તેણે પોતાનો જૂનો નિયમ તોડ્યો હતો. અક્ષયકુમારનો નિયમ છે કે તે સેટ પર આઠ કલાકની શિફ્ટ કરે છે અને એમાં તે કોઈ સમાધાન નથી કરવા માગતો. આ ફિલ્મના ક્લાઇમૅક્સના શૂટિંગ વખતે આઠ કલાક પસાર થઈ ગયા હતા અને એ સીન પૂરો નહોતો થયો. એથી ડિરેક્ટરની વિનંતીને માન આપીને અક્ષયકુમાર એ સીક્વન્સને એ દિવસે પૂરી કરવા માટે તૈયાર થઈ ગયો હતો.
ડિરેક્ટર સુધા કોંગારા કહે છે, ‘અક્ષય સરની એ પૉલિસી છે. તેમણે શરૂઆતથી જ મને જણાવ્યું હતું કે તે આઠ કલાક કામ કરશે અને એ આઠ કલાક દરમ્યાન તે એક અસિસ્ટન્ટ ડિરેક્ટરની જેમ સેટની બહાર નહીં જાય. જોકે આઠ કલાક પછી તે સેટ પર નહીં દેખાય. આવી રીતે તેમણે મને અગાઉથી ચેતવણી આપી હતી. જોકે અમે હંમેશાં એ કન્ડિશન પ્રમાણે જ કામ કર્યું છે. જોકે એ ક્લાઇમૅક્સના સીન વખતે આઠ કલાક પસાર થઈ ગયા હતા અને અમે એ દિવસે ફિલ્મ પૂરી કરી રહ્યા હતા. મારી પહેલી અસિસ્ટન્ટ ડિરેક્ટર તેમની પાસે ગઈ અને વિનંતી કરી કે અક્ષય સર, હજી દસ મિનિટ, હજી અડધો કલાક સર. અમે જાણીએ છીએ કે આઠ કલાક થઈ ગયા છે. ઘણા દિવસો અમે તમને પાંચ અને છ કલાકની અંદર જવા દીધા છે. તો અક્ષય સરે રિપ્લાય આપ્યો, ‘હા, કારણ કે મેં કામ વહેલાસર પૂરું કર્યું હતું. હું ફાસ્ટ કામ કરું છું.’