24 November, 2022 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષયકુમાર, તાપસી પન્નુ, વાણી કપૂર
અક્ષયકુમાર, તાપસી પન્નુ, વાણી કપૂર અને ઍમી વિર્ક નવી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’માં દેખાવાનાં છે એવી ચર્ચા છે. ફિલ્મને મુદસ્સર અઝીઝ ડિરેક્ટ કરશે એવી ચર્ચા છે. ટી-સિરીઝ અને અશ્વિન વર્દે આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. અક્ષયકુમાર પહેલી વખત મુદસ્સર સાથે કામ કરી રહ્યો છે. મુદસ્સરે હાલમાં રિલીઝ થયેલી ‘ડબલ XL’ બનાવી છે. ઍમી વિર્ક પંજાબી ફિલ્મોમાં ઍક્ટર છે અને તે તેની સિન્ગિંગ માટે પણ ફેમસ છે. તેણે રણવીર સિંહ સાથે ‘83’માં પણ કામ કર્યું હતું. ‘ખેલ ખેલ મેં’ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાની શક્યતા છે. હજી સુધી ફિલ્મના ઍક્ટર્સ તરફથી કોઈ ચોક્કસ માહિતી નથી મળી.