12 July, 2024 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરફિરા
અક્ષયકુમારની ‘સરફિરા’ આજે રિલીઝ થઈ રહી છે. સાઉથના સુપરસ્ટાર સુરિયાની ‘સૂરરાઈ પોટ્ટ્રુ’ની આ હિન્દી રીમેક છે. અક્ષય અને સુરિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને ઓરિજિનલ ફિલ્મની ડિરેક્ટર સુધા કોંગરાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી સત્યઘટના પર આધારિત છે. ઍર ડેક્કનના ફાઉન્ડર જી. આર. ગોપીનાથથી આ સ્ટોરી પ્રેરિત છે. આ ફિલ્મમાં અક્ષયકુમારે વીર મ્હાત્રેનું પાત્ર ભજવ્યું છે જેણે એક લો-કૉસ્ટ ઍરલાઇન બનાવવાનું સપનું જોયું છે, જેમાં ખૂબ નજીવી ઇન્કમ કમાનાર વ્યક્તિ પણ ટ્રાવેલ કરી શકે. એ માટે તેણે ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે. ફિલ્મમાં વીરની લાઇફમાં મુસીબત લાવનાર વ્યક્તિનું પાત્ર પરેશ રાવલે ભજવ્યું છે. જોકે એમ છતાં વીર દરેક વ્યક્તિ ટ્રાવેલ કરી શકે એ સપનું પૂરું કરવા માટે અથાગ પ્રયત્ન કરે છે.